નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona virus) ના વિરૂદ્ધ દેશમાં તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વાયરસ (Corona vaccine) નો પહેલો તબક્કો સફળ થઇ ગયો છે. આ તબક્કામાં 375 વોલિંટિયર્સને રસી લગાવવામાં આવી અને તેમણે કોઇ સાઇટ ઇફેક્ટ પણ ન થઇ. માનવામાં આવી રહ્યું છે કે ટ્રાયલની ગતિ આ રહી તો આગામી વર્ષની શરૂઆતમાં ભારત કોરોના વેક્સીન તૈયાર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે ભારત બાયોટેક અને આઇસીએમઆર મળીને કોરોના વેક્સીન તૈયાર કરી રહ્યા છે. ટ્રાયલના પ્રથમ તબક્કામાં 375 વોલિંટિયર્સને વેક્સીનના બે-બે ડોઝ આપવામાં આવી. આ તબક્કો દિલ્હીના એમ્સ સહિત દેશની 12 સંસ્થાઓમાં કરવામાં આવ્યું. અત્યાર સુધીના પરિણામ જણાવી રહ્યા છે કે કોઇપણ વોલિંટિયર્સને કોઇ સાઇડ ઇફેક્ટ ન થઇ. હવે વોલિંટિયર્સના બ્લડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.


વેક્સીનના હ્યૂમન ટ્રાયલની શરૂઆત સૌથી પહેલાં પટના એમ્સથી થઇ. ત્યારબાદ રોહતકના પીજીઆઇ સંસ્થાનમાં વેક્સીનના ટ્રાયલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. તેમાં સૌથી વધુ વોલિંટિયર્સ દિલ્હીના એમ્સમાં રજિસ્ટર કરવામાં આવ્યા. દેશભરમાં કુલ રજિસ્ટર્ડ 375માંથી 100 વોલિંટિયર્સ દિલ્હી એમ્સમાં રજિસ્ટર્ડ છે. પહેલા તબક્કાનું ટ્રાયલ સંપૂર્ણપણે ખતમ થવામાં અત્યારે 20 થી 30 દિવસ લાગશે. ત્યારબાદ ભારત બાયોટેક અને આઇસીએમઆર ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડીયા પાસેથી બીજા તબક્કાની મંજૂરી લેશે. 


કોરોના વાયરસની વેક્સીન માટે કુલ 1125 લોકો ટેસ્ટ કરવાના છે. પહેલા તબક્કાના પરિક્ષણમાં 375 લોકો સામેલ છે. કોઇપણ વેક્સીનના ટ્રાયલમાં પ્રથમ તબક્કો સૌથી વધુ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેમાં એ જોવામાં આવશે કે વેક્સીનના કોઇ સાઇડ ઇફેક્ટ તો નથી. સાથે જ એ પણ જોવામાં આવે છે કે વેક્સીનનો કેટલો ડોઝ પર્યાપ્ત રહેશે. 


વેક્સીન લગાવ્યા બાદ પીડિત 2 કલાક સુધી હોસ્પિટલમાં નિરિક્ષણમાં રહેશે. ત્યારબાદ 28 દિવસ સુધી તેની સાઇડ ઇફેક્ટ જોવામાં આવશે. સાથે જ 3 મહિના સુધી વ્યક્તિગત ફોલો અપ ચાલશે. બીજા તબક્કામાં 700થી વધુ લોકોને રજિસ્ટર કરવામાં આવશે. આ તબક્કામાં એ જોવામાં આવશે કે વેક્સીન લગાવતાં શરીરમાં કેટલી એંટીબોડી તૈયાર થઇ રહી છે. સરળ ભાષામાં તેને એમ સમજીએ કે વાયરસ વિરૂદ્ધ કેટલા હથિયાર તૈયાર કરી શકે છે. તેની તપાસ બીજા તબક્કામાં કરવામાં આવશે. આ ટ્રાયલમાં 12-65 વર્ષના લોકોને સામેલ કરવામાં આવશે. 


ત્રીજા અને અંતિમ તબક્કામાં સૌથી વધુ લોકોને વોલિંટિયર તરીકે રજિસ્ટર કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં કેટલા લોકો હશે, આ સંખ્યા હજુ નક્કી કરવામાં આવી નથી. આ તબક્કામાં એ નક્કી કરવામાં આવશે કે હકિકતમાં વેક્સીન કેટલી અસરદાર સાબિત થઇ. હાલ તેની ગતિને જોતાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં બનનાર વેક્સીન નવા વર્ષની શરૂઆતમાં અથવા 2021ની પહેલી ત્રિમાસિકમાં તૈયાર થઇ શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube