શું ભારતે પાકિસ્તાનના વિદ્યાર્થીઓને ચીનમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો? વિદેશ મંત્રીએ આપ્યો આ જવાબ...
ચીન (China) થી કોરોના વાયરસ (coronarvirus) થી પાકિસ્તાની વિદ્યાર્થીઓને બચાવવાના મુદ્દા પર વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે, અમે પાકિસ્તાન (Pakistan) સહિત તમામ પાડોશી દેશોના ચીનમાં ફસાયેલ તેમના વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે તો અમારા જહાજ મોકલ્યા હતા, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, પરંતુ પાકિસ્તાને આ મામલે કોઈ જવાબ નથી આપ્યો. જેથી પાકિસ્તાની વિદ્યાર્થીઓને પરત લાવી શકાયા નથી.
ઝી મીડિયા/બ્યૂરો :ચીન (China) થી કોરોના વાયરસ (coronarvirus) થી પાકિસ્તાની વિદ્યાર્થીઓને બચાવવાના મુદ્દા પર વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે, અમે પાકિસ્તાન (Pakistan) સહિત તમામ પાડોશી દેશોના ચીનમાં ફસાયેલ તેમના વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે તો અમારા જહાજ મોકલ્યા હતા, જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, પરંતુ પાકિસ્તાને આ મામલે કોઈ જવાબ નથી આપ્યો. જેથી પાકિસ્તાની વિદ્યાર્થીઓને પરત લાવી શકાયા નથી.
અબ કી બાર કિસકી બારી, યોગી સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારીમાં...
વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, ચીનના વુહાનમાં જે ભારતીય વિદ્યાર્થી કોરોના વાયરસના કહેરની વચ્ચે ફસાયેલા છે. તેમાંથી મોટાભાગનાઓને ભારત પરત લાવવામાં આવી ચૂક્યા છે. આ સાથે જ વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, કોઈ પણ ભારતીય વિદ્યાર્થી કોરોના વાયરસથી પ્રભાવિત હોવાની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી. જે પણ ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા છે, તેઓની હેલ્થ તપાસ કરવામા આવી છે. તેમને નજરમાં રાખવામાં આવ્યા છે, તમામના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે.
અલકાયદાના વધુ એક ખૂંખાર આતંકી વડાને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો
હકીકતમાં, કોરોના વાયરસને કારણે સમગ્ર ચીનમાં અફરાતફરીનો માહોલ છે, આવામાં દરેક દેશ ત્યાંથી પોતાના નાગરિકોનો કાઢવાના પ્રયાસમાં લાગેલું છે. ભારત સરકારે પણ ચીનની મદદથી પોતાના નાગરિકોને બહાર કાઢ્યા છે. પોતાના વિદ્યાર્થી અને નાગરિકો ઉપરાંત ભારતમાં પાડોશ દેશોને પણ એમ કહ્યું હતું કે, જો તેઓ ઈચ્છે તો તેમના નાગરિકોને ચીનથી કાઢવામાં મદદ કરવા માટે તૈયાર છે.
ભારતની પેશકશનો લાભ માલદીવે તો ઉઠાવ્યો, ચીનમાં ફસાયેલ માલદીવના વિદ્યાર્થી ભારતીય વિમાન દ્વારા પરત ફર્યા હતા. પરંતુ ભારત સાથે દુશ્મનીને પગલે પાકિસ્તાન ચૂપ રહ્યું. પરંતુ હવે મોટી બાબત એ છે કે, પાકિસ્તાનના આ વલણને કારણે વિદ્યાર્થીઓને ભોગવવુ પડી રહ્યું છે. જે ચીનમાં કોરોના વાયરસના અફરાતરફીના માહોલમાં પોતાનો જીવ મુશ્કેલમાં નાંખી બેસ્યા છે. પાકિસ્તાની વિદ્યાર્થીએ વીડિયો જાહેર કરીને પાકિસ્તાની સરકારને અપીલ પણ કરી છે કે, હિન્દુસ્તાનની સરકારનું ઉદાહરણ પણ આપ્યું છે. ભારતે 2 ફ્લાઈટની વ્યવસ્થા કરીને ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી કાઢી લીધા છે.
ચૂંટણીના 24 કલાક પહેલા બૂરી રીતે ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે મોકલી નોટિસ
વિદેશ મંત્રીએ પહેલા રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને પણ કોરોના વાયરસને લઈને સાંસદોને માહિતી આપી હતી. ડો.હર્ષવર્ધને રાજ્યસભામાં જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં કેરળમાં જ 3 કેસ પોઝીટિવ આવ્યા છે. તેઓને અલગ અલગ રાખીને સારવાર કરવામાં આવી રહી છએ. તેમની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત સરકાર તમામ વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે સરકાર દરેક રીતે ઉપાય કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ સદનને ભરોસો આપ્યો કે, દેશમાં દરેક પ્રકારની પરિસ્થિતિથી લડી લેવા માટે તૈયારી છે. અમે આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...