ચૂંટણીના 24 કલાક પહેલા બૂરી રીતે ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે મોકલી નોટિસ

ઈલેક્શન કમિશને (Election Commission) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર અપલોડ કરેલ એક વીડિયોને લઈને નોટિસ જાહેર કરી છે. પંચે કહ્યું કે, આ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હતુ. ઈલેક્શન કમિશને કેજરીવાલને શનિવારે સાંજે 5 વાગ્યે પોતાનો જવાબ આપવાનું કહ્યું છે.
ચૂંટણીના 24 કલાક પહેલા બૂરી રીતે ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે મોકલી નોટિસ

ઝી મીડિયા/બ્યૂરો :ઈલેક્શન કમિશને (Election Commission) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર અપલોડ કરેલ એક વીડિયોને લઈને નોટિસ જાહેર કરી છે. પંચે કહ્યું કે, આ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હતુ. ઈલેક્શન કમિશને કેજરીવાલને શનિવારે સાંજે 5 વાગ્યે પોતાનો જવાબ આપવાનું કહ્યું છે.

બીજેપીએ દિલ્હી પોલીસ કમિશનરને એક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સમર્થક નકલી દસ્તાવેજ વહેંચીને બીજેપીની છબી ખરાબ કરી રહ્યાં છે. ફરિયાદમાં કહેવામા આવ્યું છે કે, ‘દિલ્હીની શોલે’ નામથી એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેમાં હેશટેગ હતો, ‘શોલે સ્પૂ/ અરવંદ કેજરીવાલ/ બિયોન્ડ ડસ્ટ વીડિયોઝ.’

— ANI (@ANI) February 7, 2020

ઈલેક્શન પંચે આપેલી અરજીમાં બીજેપીએ કહ્યું કે, કેજરીવાલ અને તેની ઓફિસના લોકોએ બોલિવુડની ફિલ્મ શોલેના વીડિયો દ્વારા એક ષડયંત્ર અંતર્ગત તેમની પાર્ટી પ્રમુખ નેતાઓની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નકલી કાગળો દ્વારા છબી ખરાબ કરવાના મામલામાં આમ આદમી પાર્ટીની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી.

નવી દિલ્હી સીટથી કેજરીવાલની રાહમાં પડ્યા મોટા પેચ
જીતની હેટ્રિક લગાવીને દિલ્હીની સત્તા મેળવવાની ઈચ્છા રાખનાર આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભામાં સૌથી વધુ 27 ઉમેદવાર તેઓને ચેલેન્જ આપી રહ્યાં છે. નવી દિલ્હી વિધાનસભામાં ભાજપ, કોંગ્રે, આમ આદમી પાર્ટી ઉપરાંત આ વખતે બીએસપી સહિત 25 ઉમેદવાર દંભ ભરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે, આ પાર્ટીઓનું નામ અને ઈલેક્શન ચિન્હ એવું છે, જે તમારું ધ્યાન તેની તરફ સો ટકા ખેંચશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news