Exclusive: Lockdown અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું લોકોનાં જીવ અમારી પ્રાથમિકતા, અર્થવ્યવસ્થા પર પડ્યો દુષ્પ્રભાવ
કોરોના કાળમાં (Corona virus) દેશની આર્થિક સ્થઇતી અંગે WION ની કાર્યકારી સંપાદક પલકી શર્માએ (Palki Sharma) નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સાથે વિશેષ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે અર્થવ્યવસ્થાની ધીમી થઇ રહેલી ગતિ સાથે અનેક સવાલોનાં જવાબ આપ્યા. નાણામંત્રીએ સ્વિકાર કર્યો કે, કોરોના મહામારીએ ભારતમાં અનેક પડકારો ઉભા કર્યા છે.
નવી દિલ્હી : કોરોના કાળમાં (Corona virus) દેશની આર્થિક સ્થઇતી અંગે WION ની કાર્યકારી સંપાદક પલકી શર્માએ (Palki Sharma) નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સાથે વિશેષ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે અર્થવ્યવસ્થાની ધીમી થઇ રહેલી ગતિ સાથે અનેક સવાલોનાં જવાબ આપ્યા. નાણામંત્રીએ સ્વિકાર કર્યો કે, કોરોના મહામારીએ ભારતમાં અનેક પડકારો ઉભા કર્યા છે.
દિલ્હી - NCR સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકા, હરિયાણાનું રોહતક હતુ કેન્દ્ર
સીતારમણે કહ્યું કે, અમારી પ્રાથમિકતા લોકોનાં જીવન બચાવવાની છે અને તેવામાં લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ હતો. સરકાર ખુબ જ સ્પષ્ટ છે અમે પોતાના ઉદ્યોગો, ઉદ્યમીઓ અને ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવીને ઉભા છીએ. નાણામંત્રીએ જોરપુર્વક જણાવ્યું કે, અમારી અર્થવ્યવસ્થાને સમર્થનની જરૂર છે અને સરકાર તે પ્રદાન કરશે.
બે અઠવાડીયા હજી વધી શકે છે Lockdown, PM મોદી અને અમિત શાહ વચ્ચે થઇ ચર્ચા
લોકડાઉન અંગે આગળી રણનીતિ અંગે ચર્ચા કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે, એવા સંકેત મળી રહ્યા છે કે, લોકો કામ પર પરત ફરવા માંગે છે અને તેઓ સમજે છે કે સરકાર માટે દરેક નાગરિકની જરૂરિયાત પર ધ્યાન આપવું આકરુ છું. નાણામંત્રીએ રિઓપનિંગ અંગે કહ્યું કે, તે નિશ્ચિત રીતે જોખમી છે, પરંતુ આપણે જોખમ ઉઠાવવું જ પડશે. આપણે લાંબા સમય સુધી અર્થતંત્રને અટકાવેલું રાખી શકીએ નહી. વાયરસ સામે લડવાની દિશામાં ઉઠાવાયેલા પગલા અંગે તેમણે કહ્યું કે, બે મહિનામાં ભારતનું PPE નું નિર્માણ ઉદ્યોગ 56 ગણો વધી ચુક્યો છે. એક અનુમાન અનુસાર હવે તે 10 હજા કરોડ રૂપિયા સુધી પહોંચી ચુક્યો છે.
ખુશખબરી ! બેરોજગાર છો તો અહીં Government આપી રહી છે JOBS, કોઇ પરીક્ષા નહી સીધી નોકરી
રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO) દ્વારા શુક્રવારે બહાર પડાયેલા આંકડાઓ અનુસાર ગત્ત ત્રિમાસિકમાં એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા 3.1ની ઝડપ સાથે વધી હતી. જ્યારે જીડીપી વૃદ્ધી દર 2018-19 દરમિયાન આ ગાળામાં 5.7 ટકા રહી હતી. આ અંગે સીતારમણે કહ્યું કે, આ એક એવું ક્વાર્ટર છે જ્યાં આપણને લાગ્યું કે, આપણે ગ્રીન શૂટ જોવાનું ચાલુ કરી દીધું છે. જેને ધ્યાનમાં રાખીને અનુમાન લગાવ્યા હતા. સ્થિતીમાં પરિવર્તન એપ્રીલથી ચાલુ થયું, કારણ કે તે જ સમય હતો જ્યારે કોરોના મહામારીએ આપણને ખુબ જ પ્રભાવિત કર્યા. એટલા માટે 3.1 ટકા રહ્યું. ફેબ્રુઆરીથી જ આપણા પર કોરોનાનો પ્રભાવ પડવા લાગ્યો હતો. સુધાર થઇ રહ્યો હતો, પરંતુ ભગવાનને કંઇક બીજુ જ મંજુર હતું.
બંગાળમાં 1થી ધાર્મિક સ્થળ અને 8 જૂનથી સમગ્ર રાજ્ય ધમધમતું થશે: મમતા બેનર્જી
2018-19 માં આ રેટ 6.1 ટકા હતો. 2008-09 પછીથી આર્થિક વિકાસ સૌથી ઓછો હતો. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, એપ્રીલમાં ચાલુ થયેલા આ નાણાકીય વર્ષમાં ગત્ત ચાર દશકોથી સૌથી ખરાબ સ્થિતી રહેવાની છે અને અર્થવ્યવસ્થાની ગતિ 5 ટકાની આસપાસ રહી શકે છે. જેમ કે મે પહેલા જ કહ્યું છે હું કોઇ જ અનુમાન નહી લગાવું. હું જોઇ અને સાંભળી રહી છું કે, એજન્સીઓ આ અંગે શું કહી રહી છે. એટલા માટે મારુ કર્તવ્ય છે કે, હું તે સ્થિતી માટે તૈયાર રહું અને સહાય માટે તૈયાર રહુ. વડાપ્રધાન પુર્ણ સમર્થન સાથે તે સુનિશ્ચિત કરવા માંગે છે કે, પ્રત્યેક વ્યક્તિને યથાસંભવ મદદ મળી રહે.
અજીત જોગીને રાત્રે 2.30 વાગ્યે રાજીવ ગાંધીનો ફોન આવ્યો, કલેક્ટરી છોડીને નેતા અને CM બન્યા
સીતારમણે કોરોના વાયરસનાં લોકડાઉનની ક્રમિક ખુલવા અંગે પણ વાત કરી અને લોકોના સ્વાસ્થય અને જીવનની સાથે આર્થિક વિકાસના સંતુલનનું મહત્વ પણ જણાવ્યું. કોરોના વાયરસના પ્રકોપને ઘટાડવા માટે દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ છે. જેના કારણે અર્થવ્યવસ્થા પ્રભાવિત થઇ રહી છે. જો કે 18 મેથી નિર્માણ, પરિવહન અને અન્ય સેવાઓ અંગેના પ્રતિબંધોને ઘટાડવામાં આવી રહ્યા છે. આંકડાઓ અનુસાર ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટમાં એપ્રીલમાં ગત્ત વર્ષની તુલનાએ 38.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોલસો, ક્રુડ ઓઇલ અને વિજળી સહિત 8 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. દેશનાં ઔદ્યોગિક ઉત્પાદનનો લગભગ 40 ટકા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube