નવી દિલ્હી: ચીન (China) જો એમ સમજતું હોય કે તે લદાખ (Ladakh) માં નાપાક હરકત કરશે અને LACને બદલવાની કોશિશ કરશે તો ભારત કશું કરી શકશે નહીં તો ચીન એ વાત ભૂલી ગયું છે કે આ 1962નું હિન્દુસ્તાન (India) નથી. આ 2020નું ન્યૂ ઈન્ડિયા છે જે દરેક વાર પર જબરદસ્ત પલટવાર કરે છે. ન્યૂ ઈન્ડિયા (New India) નો સંકલ્પ છે કે જો છેડશો તો છોડીશું નહીં. ડોકલામથી લઈને ગલવાન ઘાટી સુધી ચીનને તેના પુરાવા પણ મળી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લદ્દાખ હિંસામાં 20 ભારતીય સૈનિક શહીદ, ચીનનાં 43 જવાનો ઠાર મરાયા હતા


ચીનને પાઠ ભણાવવાના કૂટનીતિક અને સૈન્ય વિકલ્પ આ પ્રકારે છે...


પહેલો વિકલ્પ- ચીન વિરુદ્ધ કડક કાર્યવાહીની રણનીતિ બને
બીજો વિકલ્પ- LAC પર ચીનને તેની જ ભાષામાં જવાબ
ત્રીજો વિકલ્પ- ચીન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ગઠબંધન બને. જે દેશ ચીનની વિરુદ્ધ છે તેને ભારત સાથે લઈને ચાલે.
ચોથો વિકલ્પ- સમુદ્રમાં ચીનની ઘેરાબંધી કરે. ઈન્ડિયન નેવીના દબાણથી સમાધાન માટે મજબુર થઈ જશે ચીન
પાંચમો વિકલ્પ- ચીન વિરુદ્ધ જબરદસ્ત જવાબી કાર્યવાહી કરે ભારત


ભારત-ચીન સરહદ વિવાદ, 1975 બાદ પ્રથમવાર LAC પર શહીદ થયા જવાન


20 ઓક્ટોબર 1975ના રોજ અરુણાચલ પ્રદેશના તુલુંગ લામાં ચીને આસામ રાઈફલની પેટ્રોલિંગ પાર્ટી પર દગો કરીને હુમલો કર્યો હતો. જેમાં ભારતના 4 જવાન શહીદ થયા હતાં. એટલે કે ચીને ત્યારેપણ દગાબાજીવાળું ચરિત્ર દર્શાવ્યું હતું અને હવે એકવાર ફરીથી ચીનનું હિંસક ચરિત્ર સામે આવ્યું છે. પરંતુ ચીનની ચાલને આ વખતે હિન્દુસ્તાન હંમેશ માટે એવો પાઠ ભણાવશે કે ચીન જોતું રહી જશે. 


લદ્દાખ હિંસામાં 20 ભારતીય સૈનિક શહીદ
ગલવાન ઘાટી (Galwan valley) માં ભારત અને ચીન સૈનિકો વચ્ચે જે ઘર્ષણ થયું છે તેમાં સૂત્રો અનુસાર ભારતનાં લગભગ 20 સૈનિકો શહીદ થઇ ગયા છે અને ચીનને પણ લગભગ એટલું જ નુકસાન થયું છે. ભારતનાં જે સૈનિકો શહીદ થયા છે તેમાં એક કર્નલ રેંકનાં અધિકારી અને 2 જવાન શહીદ થઇ ગયા છે. ચીનનાં પણ લગભગ એટલા જ સૈનિકો મરાયા છે. તેમાં ચીનના એક કમાન્ડિંગ ઓફીસરનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી ANI અનુસાર ચીન તરફથી 43 જવાનો ઘાયલ થયા છે. સુત્રોનું એવું પણ થયું છે કે, આ સંખ્યા વધી પણ શકે છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube