નવી દિલ્હી: લદ્દાખમાં ભારતીય જમીન પર પોતાની નજર રાખીને ચીને મોટી ભૂલ કરી છે. હમેશાં બીજાની જમીન હડપવાની આદત રાખનાર ચીનને ભારત પર નજર નાખવી ખુબ જ ભારે પડી શકે છે. ચીન ભલે પોતાની જાતને શક્તિશાળી જણાવી મોટી મોટી વાતો કરતું હોય પરંતુ હાલના વિવાદથી તેના તમામ ભ્રમ તૂટી ગયા છે. ભારતે માર્ગથી લઇને સેનાના મોરચા સુધી ચીનને સણસણથો જવાબ આપ્યો છે અને જણાવી દીધુ છે કે, 2020નું ભારત તેના પર 21 જ સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લદાખ મામલો: સેનાધ્યક્ષે રક્ષા મંત્રીને જણાવી હાલની પરિસ્થિત, PMને મળી શકે છે રાજનાથ


જે ચીન સાથે સંબંધ સારા બનાવવા પીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ તમામ સંભવ પ્રયત્ન કર્યો, જે ચીનને ભારતે શાંતિના પથ પર ચાલવા પીએમ મોદીએ રાહ દેખાડી, તે હઠીલું ચીન શાંતીની વાત ક્યાં સમજવાનું હતું. ગલવાનમાં પહેલા શાંતિની વાત કરી અને પછી સરહદ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સૈનાએ સણસણતો જવાબ આપ્યો અને ચીનના 50 સૈનિકોને ઠાર માર્યા. હવે ફરી એકવાર ચીન આ સારી રીતે સમજી લેવું જોઇએ કે હવે ચીન જો ફરીથી કંઇક કરવાનું વિચારે પણ છે, તો તેનું પરિણામ તેને ભોગવું પડશે.


ભારતની સામે હિંમત કરવાનું પરિણામ શું હોય છે, તે જોવા અને ભોગવવા માટે ચીન માટે સમય આવી ગયો છે.


આ પણ વાંચો:- દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન


ઈતિહાસ સાક્ષી છે કે ભારત સાથે ટકર લેનાર લોકોનું શું થયું અને જિનપિંગની આ ભૂલ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો કર્યા છે. આ જ કારણ છે કે હવે ચીનની નિશ્ચિત ગણતરીનો સમય આવી ગયો છે. ચીને જેવો ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કર્યો. તે જ રીતે તેને યોગ્ય જવાબ આપવામાં આવ્યો. જેટલા સૈનિકો ચીન દ્વારા તૈનાત કરાયા, એટલા જ સૈનિકો ભારતે પણ તૈનાત કર્યા અને હવે ચીન પર હુમલો કરવાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.


આ પણ વાંચો:- J&K: અનંતનાગમાં CRPF પર આતંકી હુમલો, જવાન શહીદ, એક બાળકે પણ જીવ ગુમાવ્યો


આવો તેમને જણાવીએ કે કેવી રીતે પીએમ મોદીએ ચીનને દરેક મોરચા પર માત આપવાની તૈયારી કરી છે...


- ગલવાન બાદ પીએમ મોદીએ સેનાને સંપૂર્ણ છૂટછાટ આપી છે, જેથી જો ચીન હિંમત કરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.


- LAC પર ચીનની તમામ યોજનાઓને નિષ્ફળ કરી દેવામાં આવી છે અને ટેંકથી લઇને ફાઈટર જેટ સુધી લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા છે.


- આટલું જ નહીં, ચીનને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે સરકાર એક પછી એક પગલા લઈ રહી છે.


આ પણ વાંચો:- આટલું મોટું સંકટ આવશે તેવું વિચાર્યું નહતું, '2 ગજ દૂરીનું પાલન' કરો: PM મોદી


આ ઉપરાંત પીએમ મોદીના મહાશક્તિઓ સાથે સંબંધ પણ ચીન પર ભારે પડવાના છે. તેનું સૌથી મોટું ઉદાહરણ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોનું નિવેદન, જેમાં તેમણે આ પણ કહ્યું હતું કે, તેઓ ભારતનો સાથ આપવા માટે પોતાની સેના મોકલવા માટે તૈયાર છે.


આ પણ વાંચો:- જેપી નડ્ડાનો આરોપ-UPAના કાર્યકાળમાં PMNRFના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને અપાયા


આ પહેલા પીએમ મોદી અને ટ્રંપ ફોન પર પણ ભારત-ચીન વિવાદ પર વાત કરી ચુક્યા છે. ચીન જાણે છે કે, અમેરિકા અને ભારતની મિત્રતા તેના માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. બીજી તરફ ચીનનો એક જૂનો મિત્ર માનવામાં આવતું રશિયા પણ ભારતની તરફેણ કરી રહ્યું છે. ચીન હવે સંપૂર્ણ રીતે ઘેરાઈ ગયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube