લદાખ મામલો: સેનાધ્યક્ષે રક્ષા મંત્રીને જણાવી હાલની પરિસ્થિત, PMને મળી શકે છે રાજનાથ
ભારતના સેનાધ્યક્ષ (Army Chief) મનોજ મુકુંદ નરવણે (Manoj Mukund Naravane)એ આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ને લદાખની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી છે. ત્યારબાદ સમાચાર મળી રહ્યાં છે કે, રાજનાથ સિંહ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતના સેનાધ્યક્ષ (Army Chief) મનોજ મુકુંદ નરવણે (Manoj Mukund Naravane)એ આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ને લદાખની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી છે. ત્યારબાદ સમાચાર મળી રહ્યાં છે કે, રાજનાથ સિંહ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે.
સેનાધ્યક્ષ નરવણે લદાખનો ત્રણ દિવસ પ્રવાસ કર્યા બાદ ગુરૂવારે દિલ્હી પરત ફર્યા છે. સેનાધ્યક્ષે લદાખમાં સેનાના કમાન્ડરો સાથે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી છે. 22 જૂનના કોર કમાન્ડર સ્તરની ચર્ચા બાદ પણ ભાવી રણનીતિ પર પણ કમાન્ડરો સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે લદાખની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધી છે.
તમને જણાવી દઇએ કે, મુખ્ય સેન્ય નેતૃત્વએ પૂર્વ લદાખમાં સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ગલવાન ખીણમાં ગત સપ્તાહ થયેલા હિંસક સંઘર્ષમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા છે. પૂર્વ લદાખમાં ચુશૂલ સેક્ટરના ચીની ભાગમાં સ્થિત મોલ્ડોમાં સવારે લગભગ 11:30 વાગ્યે બેઠક શરૂ થઈ હચી અને મોડી રાત સુધી ચાલી હતી.
નોધનીય છે કે, ભારતીય સેના (Indian Army)એ પૂર્વ લદાખમાં તેમના સૌથી શક્તિશાળી T-90 ભીષ્મ ટેંકને તૈનાત કરી છે અને આ સમાચાર બાદ ચીન હચમચી ઉઠ્યું છે. હવે ચીનના એક્સાઈ ચીન ગુમાવવાનો ભય સતાવવા લાગ્યો છે. એવામાં ભયભીત ચીન LAC પર સૈનિક વધારી રહ્યું છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે, ભારતે પણ લદાખમાં પોતાના ત્રણ ડિવીઝન આર્મી તૈનાત કર્યા છે.
અક્સાઈ ચીન ભારતનો ભાગ છે પરંતુ હવે ચીન તેના પર કબ્જો કરવા માગે છે. ચીનથી અક્સાઈ ચીન પરત લેવા માટે ભારતે મોટી તૈયારી કરી છે. ભારતની આ જબરદસ્ત તૈયારીઓથી ચીન ભયભીત છે. ચીન અક્સાઈ ચીન ગુમાવવાનો ભયથી LAC પર સૈનિક વધારી રહ્યું છે. તેના જવાબમાં પણ ભારતે લદાખ બોર્ડર પર પોતાના ત્રણ ડિવીઝન આર્મી તૈનાત કરી છે.
સરહદ પર જેમ-જેમ ચીન તેની તૈનાતી વધારી રહ્યું છે. તેમ-તેમ ભારત પણ પોતાની શક્તિ વધારી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, 1962ના સમયે લદાખ સરહદ પર જ્યાં માત્ર 1 બ્રિગેડ રહેતા હતા (માત્ર 2000 જવાન). આજે તેની જગ્યાએ સંરક્ષણ માટે 2 ડિવિઝન હાજર છે. એટલે કે 45 હજાર જવાન. પહાડી વિસ્તારમાં જે રેશ્યો હોય છે તે છે 1:12નો, એટલે કે 45 હજાર જવાનોનો અર્થ છે કે, ચીનના 5 લાખ સૈનિક લાવવા પડશે જે સંભવ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે