નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સીનેશન (Corona Vaccination)નું અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થવાનું છે. તે પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health)એ લોકોને આ બીમારીથી સતર્ક રહેવા અને કોરોના પ્રોટોકોલનું સતત પાલન કરવાની અપીલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે
દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મંત્રાલયે કહ્યું કે, કોરોના (Corona)ની સ્થિતિ સમગ્ર વિશ્વમાં ચિંતાજનક છે. ભારતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. તેમ છતાં આપણે બેદરકાર દાખવી નહીં અને સતત સાવચેત રહેવું જોઈએ.


આ પણ વાંચો:- SCમાં ખેડૂતોના વકીલે કહ્યું બેઠકમાં આવે PM Modi, ચીફ જસ્ટિસે કરી આ ટિપ્પણી


10 લાખ લોકોમાં કોરોનાના 7593 કેસ
મંત્રાલય (Ministry of Health)ના જણાવ્યા અનુસાર ભારતમાં પ્રતિ 10 લાખ લોકો પર કોરોના (Corona) સંક્રમણના હાલ 7593 કેસ છે. જ્યારે મોત મામલે પ્રતિ 10 લાખ પર 109 છે. દેશમાં ગત સપ્તાહ મોતનો દર 1.2 ટકા હતો. ભારતમાં કોરોના સંક્રમણ પર સારી સ્થિતિના કારણે અહીં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સારો સમન્વ્ય થઈ રહ્યો છે. તમામ લોકોએ આ સમન્વયને બનાવી રાખવાનો છે.


આ પણ વાંચો:- કાયદા પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ સમાપ્ત થશે કિસાન આંદોલન? જાણો શું બોલ્યા કિસાન નેતા રાકેશ ટિકૈત


મે 2020માં દુનિયામાં બની ટાસ્ક ફોર્સ
મંત્રાલય (Ministry of Health)એ કહ્યું કે, વેક્સીન અને દવાઓ માટે 2020માં ટાસ્ક ફોર્સ બનાવી હતી. આ કારણ છે કે, કોરોના વેક્સીન (Corona Vaccine) સામેના જંગમાં ભારત મજબૂત સ્થિતિ પર છે. દેશમાં અત્યારે કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (CoVaccine)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ બંને રસી તમામ માપદંડો પર ખરી ઉતરી છે. આ ઉપરાંત ઝાયડસ કડિલા વક્સીનને ફેઝ 3 ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે અને સ્પુટનિકની ફેઝ 3 ટ્રાયલ દેશમાં ચાલી રહી છે. તેના કારણે આગામી થોડા મહિનામાં દેશના ઘણી નવી કોરોના વેક્સીન મળી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube