નવી દિલ્હી : સીમા વિવાદ અંગે ભારત-ચીન વચ્ચે તણાવ હાલ ચરમ પર છે. ભારતીય સેના દરેક પડકારને પહોંચી વળવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ચીન ક્યારે પણ ગદ્દારી કરી શકે છે, એટલા માટે ચીની સેનાની દરેક હરકત પર નજર રાખવા માટે ભારત આકાશમાં તહેનાતી વધારી દીધી છે. નૌસેનાનાં P8 I જાસુસી વિમાન દ્વારા આકાશમાં સતત નજર રાખી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: PM મોદીની આગેવાનીમાં સર્વદળીય બેઠક, સોનિયા, મમતા અને માયાવતીનો સમાવેશ

આ અગાઉ ભારતે ગુરૂવારે ચીન સાથે પોતાની ગતિવિધિઓને વાસ્તવિક નિયંત્રણ રેખાનાં તેના પોતાનાં ક્ષેત્ર સુધી જ સીમિત રાખવા માટે જણાવ્યું અને પૂર્વી લદ્દાખની ગલવાન ખીણ પર ચીની સેનાનાં સંપ્રભુતાનાં દાવાને અમાન્ય જણાવીને ફગાવી દીધું. ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ચીની સૈનિકોની સાથે હિંસક ઘર્ષણમાં ભારતીય સેનાનાં એક કર્નલ સહિત 20 સૈન્ય કર્મચારીઓ શહીદ થઇ ગયા છે. આ સૈન્ય ટક્કરનાં કારણે બંન્ને દેશો વચ્ચે ક્ષેત્રમાં સીમા પર પરેલાથી જ તણાવપુર્ણ સ્થિતી અને ખરાબ થઇ ગઇ. 


પૂર્વી લદ્દાખમાં ઘર્ષણ: મોદી સરકાર દ્વારા થઇ રહેલ ઝડપી કામથી ચીનનાં પેટમાં તેલ રેડાયું

ગલવાન ઘાટીની હિંસક ઘર્ષણનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા સુનિશ્ચિત કરવા માટે સંપુર્ણ પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે, ભારત શાંતિ ઇચ્છે છે પરંતુ જો ઉશ્કેરવામાં આવે તો મુંહતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube