ઇન્ડિયાનો DNA: અખિલેશે કહ્યું ગઠબંધનની રાજનીતિ ભાજપની દેન છે, યુપીમાં કમળ નાબુદ થઇ જશે
ZEE NEWS ના મંચ પરથી રાજનીતિક મહાસંચાવ ઇન્ડિયાનો DNA માં અખિલેશ યાદવે કહ્યું મૈનપુરી સપાની સીટ રહી છે, દેશની સૌથી મોટી જીત મૈનપુરીમાંથી જ નોંધાશે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) ની રાજનીતિક સોગઠાબાજી ગોઠવાઇ ચુકી છે. મોહરા પણ તૈયાર છે, પરંતુ મુદ્દો શું હશે, જે રાજપથનો રસ્તો સર કરશે. આ જ સવાલોને શોધવા માટે આજે ZEE NEWS ના મંચ પર રાજનીતિનો મહાસંવાદ #IndiaKaDNA એટલે કે ચોકીદારોનું સૌથી મોટુ સમ્મેલન ચાલુ થઇ ચુક્યું છે. 2019નાં સૌથી મોટા રાજનીતિક મંચ પર આજે સતત તમને તમારા દરેક સવાલનો જવાબ મળશે.
ફેસબુકની સર્જીકલ સ્ટ્રાઇક: કોંગ્રેસનાં 687 પેજ હટાવી દીધા, 103 પાકિસ્તાની પેજ પણ હટ્યા
રાજનીતિક મંચના દરેક મોટા ખેલાડી ZEE ના મંચ પરથી દેશની સમક્ષ રુબરુ થઇ રહ્યા છે. ઝી ન્યુઝનાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથે વાત કરતા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, મૈનપુરી સપાની સીટ રહી છે. દેશી સૌથી મોટી જીતમાં મૈનપુરી સીટ પણ પોતાની જીત સાથે યોગદાન આપશે. અખિલેશ યાદવે કહ્યું કે, બસપા સાથે ગઠબંધન અમને ભાજપ પાસેથી જ કરવાનું શીખ્યું છે. તેમણે 40 ગઠબંધ કર્યા અમે તો માત્ર 2 જ કર્યા છે. તેમણે કહ્યું કે, સપા બસપા અને રાલોદ એટલી સક્ષમ છે કે અમે યુપીમાંથી ભાજપનો સફાયો કરી નાખીશું. અમારી ગઠબંધન યુપીમાંથી ભાજપને નેસ્તોનાબુદ કરી દેશે.
નોર્થ મુંબઈથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા ઉર્મિલા માતોંડકરે આપ્યું ગુજરાતીમાં ભાષણ
રાફેલની તપાસથી કેમ અકળાઇ રહ્યું છે ભાજપ
રાફેલ મુદ્દે અખિલેશે કહ્યું કે, જેનું દામન જેટલું સફેદ હોય છે, તેના પર દાગ એટલા જ દુરથી દેખાય છે. જો ભાજપ એટલું પાક સાફ છે તો તેઓ તપાસથી શા માટે ગભરાઇ રહ્યા છે. રાફેલ મુદ્દે ભાજપને તપાસ કરાવવી જોઇએ.