નવી દિલ્હી : 2019 લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિક મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં  ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધિર ચૌધરી સાથે વાત કરતા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, બાલકોટમાં થયેલી એસ્ટ્રાઇક અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અંગે અમને ઘણુ દુખ થાય છે. એવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિપક્ષ રાજનીતિ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુકની સર્જીકલ સ્ટ્રાઇક: કોંગ્રેસનાં 687 પેજ હટાવી દીધા, 103 પાકિસ્તાની પેજ પણ હટ્યા

1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં અમે વિપક્ષમાં હોવા છતા પણ તેમનો સાથ આપ્યો હતો. અમે હેલ્પલેસ નથી, કારણ કે જનતા બધુ જ જોઇ રહી છે. સેના પર સવાલ ઉઠાવવામાં આવે તે અયોગ્ય છે. દેશની જનતા જોઇ રહી છે અને તે લોકો સેનાની સાથે છે. અંતરિક્ષમાં એન્ટી સેટેલાઇટ મિસાઇનાં સફળ પ્રક્ષેપણ અંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આ કોઇ દેશની વિરુદ્ધ નહોતું. વડાપ્રધાન દ્વારા આની જાહેરાત કરવામાં આવે તો તેનું સ્તર વધી જાય છે. માટે વડાપ્રધાન દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. આમા ક્રેડિટ લેવા જેવો કોઇ મુદ્દો નથી. 

બીજી તરફ જોવા જઇએ તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ પીએમઓના તાબે હોય છે. માટે તેની જાહેરાત કરવા માટે વડાપ્રધાન યોગ્ય છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, સંરક્ષણ મંત્રી તરીકે પહેલીવાર મને ઘણુ શીખવા મળી રહ્યું છે. કોઇને પણ પોતાના જીવન દરમિયાન આટલી મોટી તક મળે તે અહોભાગ્યની વાત છે. સંરક્ષણ મંત્રી તરીકે તમે તમારી જાતને કેટલા માર્ક આપો છો તેવો સવાલ પુછવામાં આવતા તેમણે હસતા જવાબ ટાળ્યો હતો અને કહ્યું કે તે મારુ કામ નથી. આ કામ જનતાનું છે. જનતા માર્ક નહી પરંતુ વોટ આપીને આ લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર અમારી સરકારને ચૂંટશે. તે અમને માર્ક મળ્યા બરોબર જ લેખાશે.