સમુદ્રમાં ચીનને જવાબ આપવાની જોરદાર તૈયારી, ભારતે 2 દિવસમાં લોન્ચ કર્યા ખતરનાક હથિયાર
પૂર્વ લદાખમાં ચીન (China) સાથે છેલ્લા 5 મહિનાથી ગંભીર તણાવ વચ્ચે છેલ્લા કેટલાક સયમથી ભારત (India) પોતાની સેન્ય ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં લાગ્યું છે. ચીનની નૌ શક્તિને જવાબ આપવા માટે ભારતે છેલ્લા બે દિવસમાં નેવીના બે સંહારક હથિયારોનું પરીક્ષણ કર્યું છે. જે યુદ્ધની સ્થિતિમાં ચીનના સ્વપ્નો પાણીમાં ભળી શકે છે.
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ચીન (China) સાથે છેલ્લા 5 મહિનાથી ગંભીર તણાવ વચ્ચે છેલ્લા કેટલાક સયમથી ભારત (India) પોતાની સેન્ય ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં લાગ્યું છે. ચીનની નૌ શક્તિને જવાબ આપવા માટે ભારતે છેલ્લા બે દિવસમાં નેવીના બે સંહારક હથિયારોનું પરીક્ષણ કર્યું છે. જે યુદ્ધની સ્થિતિમાં ચીનના સ્વપ્નો પાણીમાં ભળી શકે છે.
આ પણ વાંચો:- નોમ અને દશેરાના મુહૂર્તની ન કરો ચિંતા, જાણો દશેરાની ચોક્કસ તારીખ
દુશ્મન પર પ્રહાર કરવા માટે તૈયાર
તમને જણાવી દઇએ કે, ચીનના વિસ્તારવાદી ષડયંત્રનો જવાબ આપવા માટે ભારતે અરબ સાગરમાં એન્ટી શિપ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું. આ પરીક્ષણની તસવીર જોઈ દુશ્મનની ઊંઘ ઉડી જશે. INS પ્રબલ (INS Prabal) કોઈપણ સમયે દુશ્મન પર પ્રહાર કરવા માટે તૈયાર રહે છે. તેની એક ઝલક દુશ્મન દેશોના યુદ્ધ જહાજો માટે ખતરાનું સિગ્નલ હોય છે.
આ પણ વાંચો:- જાણો કયા કર્મચારીઓને મળશે મોદી સરકારનું દિવાળી બોનસ
વીજળીની ગતીથી હુમલો કરે છે મિસાઈલ
ભારતે આ INA પ્રબલ એન્ટી શિપ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ વીજળીની ગતીથી દુશ્મન દેશના જહાજ પર હુમલો કરે છે. જ્યાં સુધી દુશ્મન આ હુમલાને જાણી શકે ત્યાં સુધીમાં તો તેનો કચ્ચરઘાણ બોલાઈ જાય છે. આ મિસાઈલ તેને એ રીતે નષ્ટ કરી શકે છે કે, તે યુદ્ધ જહાજ થોડા દરિયાઈ અંતર પણ આવરી શકાતા નથી.
આ પણ વાંચો:- કેમ અને કેવી રીતે બૂથ પર ચઢી ગઇ કાર, જેને જોઇને થંભી જાય છે ગાડીઓના પૈડા
દરિયાઇ સુરક્ષા અને યુદ્ધ બંને માટે વાપરી શકાય છે
જે INS પ્રબલથી એન્ટી શિપ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે ભારતીય નૌસેનાના બાહુબલી માનવામાં આવે છે. 11 એપ્રિલ 2002ના રોજ આ જહાજ નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ સમુદ્રમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આ મલ્ટીપર્પઝ યુદ્ધ જહાજો છે. તેનો ઉપયોગ દરિયાઇ વિસ્તારની સલામતી અને યુદ્ધમાં થઈ શકે છે. યુદ્ધ જહાજ ઘણા પ્રકારના હથિયારોથી સજ્જ છે અને તેમાં ઘણી લાંબા અંતરની મિસાઇલો છે.
આ પણ વાંચો:- જ્યાં સુધી કલમ 370 દૂર નહી થાય, ત્યાં સુધી ચૂંટણી લડીશ નહી: મહબૂબા
જોખમી KH-35 એન્ટી શિપ મિસાઇલોથી સજ્જ છે INS પ્રબલ
INS પ્રબલ પર 16 KH-35 એન્ટી શિપ મિસાઇલો તૈનાત છે. આ વાત પ્રબલને ખાસ બનાવે છે. રશિયાની KH-35 મિસાઇલ ખૂબ જ ઘાતક મિસાઇલ માનવામાં આવે છે. KH-35 એક સબસોનિક એન્ટી શિપ ક્રુઝ મિસાઇલ છે. આ મિસાઇલોની રેન્જ 130 કિ.મી સુધી છે. તે 480 કિલો હથિયાર લઈ જઈ શકે છે. તેને લડાકુ વિમાનો, હેલિકોપ્ટર અને યુદ્ધ જહાજોથી ફાયર કરી શકાય છે. URAN મિસાઇલ સિસ્ટમ 16 મિસાઇલોનો સમાવેશ કરે છે.
આ પણ વાંચો:- સરકાર બનતાની સાથે જ કોંગ્રેસ 'તાબડતોબ' કરે છે આ કામ!, પુરાવા સાથે જાણો
ભારતે નૌકાદળને મજબુત બનાવી ચીનને આપ્યો જવાબ
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ચીને ભારતને ધમકી આપી હતી કે જો તે તાઇવાન સાથે મિત્રતા વધારશે તો તે ભારતને મહાસાગરમાં ઘેરી લેશે. પરંતુ આ ધમકી બાદ ભારતે જોરદાર હુમલો કરીને પોતાની શક્તિ બતાવી છે. તેમણે જાણ્યું જ હશે કે ત્યાં જમીની સરહદ હોય કે દરિયાઈ સરહદ, ભારત તેની સાથે ગમે ત્યાં વ્યવહાર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube