જ્યાં સુધી કલમ 370 દૂર નહી થાય, ત્યાં સુધી ચૂંટણી લડીશ નહી: મહબૂબા

જમ્મૂ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મહેબૂબાએ કહ્યું કે આજે બિહારમાં વોટ બેંક માટે પીએમ મોદીને કલમ 370નો સહારો લેવો પડી રહ્યો છે.

Updated By: Oct 23, 2020, 04:42 PM IST
જ્યાં સુધી કલમ 370 દૂર નહી થાય, ત્યાં સુધી ચૂંટણી લડીશ નહી: મહબૂબા

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મહેબૂબાએ કહ્યું કે આજે બિહારમાં વોટ બેંક માટે પીએમ મોદીને કલમ 370નો સહારો લેવો પડી રહ્યો છે. જ્યારે તે વસ્તુઓ પર નિષ્ફળ જાય છે તો તે કાશ્મીર અને 370 જેવા મુદ્દાઓને ઉઠાવે છે. વાસ્તવિક મુદ્દા પર વાત કરવા માંગતા નથી. મહબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી તે (કેન્દ્ર સરકાર) અમારા હક (370)ને પરત કરતા નથી, ત્યાં સુધી મને કોઇપણ ચૂંટણી લડવામાં રસ નથી. 

પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરમાં  370ને બહાર કરવા સુધી મારો સંઘર્ષ ખતમ નહી થાય. મારો સંઘર્ષ કાશ્મીર સમસ્યાના સમાધાન માટે હશે. મહબૂબા મુફ્તીએ કહ્યું કે ભાજપે બાબરી મસ્જિદની આસપાસ એવો માહોલ બનાવ્યો જાણે તે ક્યારેય હતું જ નહી. 

મહબૂબા મુફ્તીએ કહ્યું કે ચીને લદ્દાખમાં 100 વર્ગ કિમીથી વધુ જમીન પર કબજો કરી લીધો. ચીને 370ને દૂર કરવા ભારત દ્વારા કરવામાં આવેલા પરિવર્તનો પર ખુલ્લીને આપત્તિ વ્યક્ત કરી છે. તે આ વાતનો ઇનકાર ન કરી શકે કે જમ્મૂ કાશ્મીર ક્યારેય પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર એટલું પ્રસિદ્ધ ન હતું, જેટલું અત્યારે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મહબૂબા મુફ્તીને કલમ 370 દૂર કરતાં પહેલાં પોલીસે કસ્ટડીમાં લઇ લીધા હતા. મહબૂબા મુફ્તીને 434 દિવસ પછી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહબૂબા મુફ્તીએ 370ની ફરીએથી બહાલી માટે મુહિમ શરૂ કરી છે. આ મુહિમમાં જમ્મૂ કાશ્મીરના તમામ રાજકીય પક્ષ એકસાથે આવી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube