નવી દિલ્હીઃ ભારત 2025 સુધીમાં વિશ્વનાં ટોચના 10 'ડ્યુટી ફ્રી' માર્કેટની યાદીમાં સામેલ થઈ શકે છે. તાજેતરમાં જ આવેલા 'મૂડી ડેવીટ રિપોર્ટ'(Moodie Davitt Report) અનુસાર, વર્ષ 2018 સુધી વૈશ્વિક ટ્રાવેલ રિટેલ અને ડ્યુટી ફ્રી માર્કેટ અંદાજે 79 બિલિયન ડોલરનું હતું. ભારતમાં આ બજારમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં 2025 સુધીમાં ડ્યુટી ફ્રી બજાર ધરાવતા ટોપ-10 રાષ્ટ્રોમાં ભારત પણ સામેલ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટ અનુસાર ભારતમાં ડ્યુટી ફ્રી માર્કેટનો ખુબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને પરફ્યુમ્સ, કોસ્મેટિક્સ, ફેશન અને કપડાંના ક્ષેત્રમાં ભારતમાં ડ્યુટી ફ્રી બજાર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. મૂડી ડેવિટના રિપોર્ટ અનુસાર ઉપરનાં ક્ષેત્રો ઉપરાંત વિદેશી નાગિરકો ભારતીય એરપોર્ટ પરથી વિદાય લેતા સમયે વિવિધ ભારતીય વસ્તુઓ પણ ખરીદતા હોય છે. 


PM Modi : ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.3 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરશે


કઈ-કઈ બ્રાન્ડ ડ્યુટી ફ્રી શોપમાં હોય છે 


  • પરફ્યુમ અને કોસ્મેટિક બ્રાન્ડ્સઃ Chanel, Dior, Armani, Gucci, EsteeLauder, MAC

  • ફેશન અને એપેરલ બ્રાન્ડ્સઃ Hugo Boss, Michael Kors, Coach, Bally, Armani Exchange, Victoria Secret

  • કાંડા ઘડિયાળઃ Omega, Breitling, Rado, Tag Heuer 

  • પેનઃ Mont Blanc


મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનવાન ભારતીય, કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા


આ ઉપરાંત ડ્યુટી ફ્રી વેબસાઈટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, વિવિધ એપ્લીકેશન્સ પર પણ ડ્યુટી ફ્રી માર્કેટમાં ચાલતી ઓફર અંગે માહિતી આપવામાં આવેલી હોય છે. આ વેબસાઈટ પર વેલ્યુ એડેડ સર્વિસ એટલે કે તમે વેબસાઈટ પર પહેલાથી ઓર્ડર આપી દો અને જે-તે એરપોર્ટ પરથી વસ્તુની ડિલિવરી મેળવી શકો છો. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....