Uzbekistan Cough Syrup Death: ઉઝબેકિસ્તાનમાં સિરપ પીવાથી 18 બાળકોના મોતનો દાવો, જાણો- શું ભારતમાં પણ વેચાય છે આ દવા?
Uzbekistan Cough Syrup Death: ઉઝ્બેકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય કંપનીના કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. તેને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે કે શું આ સિરપ ભારતમાં પણ વેચવામાં આવી રહી છે?
નવી દિલ્હીઃ Cough Syrup Death: ઉઝ્બેકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય કફ સિપરથી તેના દેશમાં 18 બાળકોના મોત થયા છે. ત્યારબાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ સિપર ભારતમાં પણ વેચાઈ રહી છે. શું ઉઝ્બેકિસ્તાનનો દાવો યોગ્ય છે? હવે તેને લઈને ગુરૂવારે સત્તાવાર જવાબ સામે આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઉઝ્બેકિસ્તાનમાં જે કફ સિરપથી મોતનો મામલો સામે આવ્યો છે, તે ભારતમાં વેચાતી નથી. માત્ર નિકાસ કરવામાં આવે છે. સાથે તેમણે જણાવ્યું કે ઉઝ્બેકિસ્તાનમાં કથિત રૂપથી ઉધરવની દવા પીવાતી થયેલા મોતના સંબંધમાં કેન્દ્ર, ઉત્તર પ્રદેશ ઔષધિ વિભાગની ટીમે ફાર્મા કંપનીના નોઇડા કાર્યાલયનું નિરીક્ષણ કર્યું છે.
ઉઝ્બેકિસ્તાને શું કહ્યું?
ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે આ બાળકોએ નોઈડા સ્થિત મૈરિયન બાયોટેક દ્વારા નિર્મિત ઉધરસની સિરપ 'ડોક-1 મૈક્સ'નું સેવન કર્યું હતું. મૈરિયન બાયોટેકના કાયદાકીય મામલાનું પ્રતિનિધિત્વ કરનાર હસન હૈરિસે કહ્યું કે બંને દેશની સરકાર આ ઘટનાની તપાસ કરી રહી છે અને પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ લગ્નમાં ફાટ્યાં 5 ગેસના બાટલા! 35 લોકોનો લેવાયો ભોગ, વરરાજાના માતા-પિતાનું નિધન
હૈરિસે કહ્યુ, 'અમારા તરફથી કોઈ સમસ્યા નથી અને તપાસમાં કોઈ ગડબડ નથી. અમે છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યાં છીએ. સરકારનો રિપોર્ટ આવ્યા બાદ અમે તેના પર ધ્યાન આપીશું. હાલ (દવાનું) નિર્માણ બંધ થઈ ગયું છે. મંત્રાલય પ્રમાણે પ્રયોગશાળામાં તપાસ દરમિયાન સિરપના એક બેચમાં રાસાયણિક એથિલીન ગ્લાઇકોલ મળી આવ્યું છે.'
ભારતે આપી પ્રતિક્રિયા
સૂત્રોએ જણાવ્યું કે ભારતના દવા મહાનિયંત્રકે ઉઝ્બેક નિયમક પાસે ઘટના સંબંધિત વધુ જાણકારી માંગી છે. ઉત્તર ક્ષેત્રીય કેન્દ્રીય ઔષધિ નિયામક ટીમ અને રાજ્ય ઔષધિ નિયામક ટીમે સંયુક્ત રૂપથી નિરીક્ષણ કર્યું, જેમાં દવાઓના નમૂના પણ લેવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube