લગ્નમાં ફાટ્યાં 5 ગેસના બાટલા! 35 લોકોનો લેવાયો ભોગ, વરરાજાના માતા-પિતાનું નિધન

લગ્નમાં જમણવાાર ચાલી રહ્યો હતો તે દરમિયાન 5 ગેસના બાટલા ફાટ્યા. આ દૂર્ઘટનામાં 35 લોકો મૃત્યુ પામ્યા જેમાંથી 15 લોકો તો આ વરરાજાના નજીકના હતા.

લગ્નમાં ફાટ્યાં 5 ગેસના બાટલા! 35 લોકોનો લેવાયો ભોગ, વરરાજાના માતા-પિતાનું નિધન

નવી દિલ્હીઃ રાજસ્થાનના જોધપુરમાં એવા લગ્ન યોજાયા કે 35 લોકોનો ભાગ લેવાઈ ગયો.  8 ડિસેમ્બરે શેરગઢ વિસ્તારના ભુંગરા ગામમાં લગ્ન યોજાયા હતા જેમાં ખૂબ મોટી દૂર્ઘટના સર્જાઈ,,,લગ્નમાં જમણવાાર ચાલી રહ્યો હતો તે દરમિયાન 5 ગેસના બાટલા ફાટ્યા. આ દૂર્ઘટનામાં 35 લોકો મૃત્યુ પામ્યા જેમાંથી 15 લોકો તો વરરાજાના નજીકના હતા.

લગ્નના જેવા શુભ પ્રસંગે ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. શુભ પ્રસંગ દુ:ખી પ્રસંગમાં ફેરવાઈ ગયો જ્યાં મજાક મસ્તી થતી હોય ઢોલ નગારા વાગતા હોય તે જગ્યાએ રો કકડ અને એમ્બ્યુલન્સના અવાજો આવા લાગ્યા. આ દૂર્ઘટનામાં વરરાજા દાઝ્યા છે. હોસ્પિટલમાં રહેવા વરરાજાએ કહ્યું સાજા થઈને મારે મારી માતાને મળવું છે મને મારી માતા ખૂબ યાદ આવે છે.

આ પણ ખાસ વાંચોઃ

આ આખી દૂર્ઘટનાની જાણ વરરાજાની કરાઈ નથી. આ દૂર્ઘટનામાં કરૂણતા એ છે કે વરરાજા જે માતાન મળવાની વાત કરી રહ્યા છે તે માતા આ દુનિયામાં રહી જ નથી. તેના પિતાનું પણ આ દૂર્ઘટનામાં મૃત્યુ થયું છે. 

વરરાજા સુરેન્દ્રસિંહને માત્ર એટલું જણાવામાં આવ્યું છે કે કેટલાક લોકો દાઝ્યા હતા અને થોડી સારવાર બાદ ઠિક થઈ ગયા છે પરંતુ ખરેખરમાં તો તેમાં પરિવારના નજીકના 15 લોકો મૃત્યુ પામ્યા છે. આ દૂર્ઘટનામાં માત્ર વરરાજા, વરરાજાનો ભાઈ અને ભાભી આટલાજ લોકો જીવતા છે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news