નવી દિલ્હી: કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. પરંતુ આમ છતાં મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2.40 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3700થી વધુ મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં 2.40 લાખથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના નવા 2,40,842 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,65,30,132 થયો છે. એક દિવસમાં 3,55,102 લોકો રિકવર પણ થયા. દેશમાં અત્યાર સુધીમાં 2,34,25,467 લોકોએ કોરોનાને માત આપી છે. જો કે હજુ દેશમાં 28,05,399 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 3,741 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં. આ સાથે કુલ મૃત્યુઆંક 2,99,266 થયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 19,50,04,184 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 



21 લાખથી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાંથી  21,23,782 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં 32,86,07,937 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.