CoronaVirus 22 March 2021: કોરોના (Corona Virus) ના દૈનિક કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત (Gujarat), મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નોંધપાત્ર રીતે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને જોતા કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. રાજ્યો પોતાના સ્તરે વિવિધ પ્રતિબંધો લગાવીને કોરોનાના પ્રકોપને ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે. કોરોનાના વધતા કેસ જોતા કેટલાક શહેરોમાં હાલ પૂર્ણ લોકડાઉન પણ લાગુ છે. તો  કેટલાક શહેરોમાં નાઈટ કરફ્યૂ તથા અન્ય પ્રતિબંધો પણ કડકાઈથી લાગુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 47 હજાર જેટલા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 46,951 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,16,46,081 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,11,51,468 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે 3,34,646 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 212 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક 1,59,967 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 4,50,65,998 લોકોને રસી આપવામાં આવી છે. 


Corona: રાજસ્થાનના 8 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ટેસ્ટ ફરજીયાત


Mansukh Hiren Death Case: મનસુખ હિરેનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો ATS એ કેવી રીતે એક એક તાર જોડ્યા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube