Corona: રાજસ્થાનના 8 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ટેસ્ટ ફરજીયાત

રાજસ્થાનના તમામ શહેરોમાં 22 માર્ચથી રાત્રે 10 કલાકથી બજાર બંધ રહેશે. અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢમાં રાત્રે 11 કલાકથી સવારે 5 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે. 
 

Corona: રાજસ્થાનના 8 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ટેસ્ટ ફરજીયાત

જયપુરઃ દેશના ઘણા ભાગમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. રાજસ્થાનમાં પણ નવા કેસ સતત સામે આવી રહ્યાં છે. આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) એ મોટો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસને જોતા રાજસ્થાન સરકારે આઠ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે. 

રાજસ્થાનના તમામ શહેરોમાં 22 માર્ચથી રાત્રે 10 કલાકથી બજાર બંધ રહેશે. અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢમાં રાત્રે 11 કલાકથી સવારે 5 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે. રાજસ્થાન સરકારના નિર્ણય પ્રમાણે શહેરી ક્ષેત્રોમાં રાત્રે 10 કલાક બાદ બજાર ખુલશે નહીં. સાથે બહારથી શહેરમાં આવેલા યાત્રીકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. 

25 માર્ચથી રાજસ્થાનમાં બહારથી આવનાર યાત્રીકો માટે 72 કલાકમાં ટેસ્ટ ફરજીયાત રહેશે. બધા રાજ્યોમાંથી આવતા લોકો માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. જે યાત્રી નેગેટિવ રિપોર્ટ વગર આવશે તેને 15 દિવસ માટે ક્વોરેન્ટીન કરવામાં આવશે. બધા જિલ્લા કલેક્ટરને સંસ્થાગત ક્વોરેન્ટીન સેન્ટર બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

નાઇટ કર્ફ્યૂના નિયમ તે ફેક્ટરીઓ પર લાગૂ રહેશે નહીં, જેમાં સતત ઉત્પાદન થાય છે તથા નાઇટ શિફ્ટની વ્યવસ્થા છે. સાથે આઈટી કંપનીઓ, કેમિસ્ટ શોપ, કટોકટી સેવાઓ સંબંધિત કાર્યાલય, લગ્ન સમારોહ, સ્વાસ્થ્ય સંસ્થા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેસન તથા એરપોર્ટતી આવનાર યાત્રી, મોલ, પરિવહન કરનાર વાહન અને લોડિંગ-અનલોડિંગ કરનાર લોકો પર નાઇટ કર્ફ્યૂ લાગૂ પડશે નહીં. 

કહીકકમાં રાજસ્થાનમાં કોરોનાના કેસને લઈને સીએમ અશોક ગેહલોતે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. તે પ્રમાણે આગામી 25 માર્ચથી રાજસ્થાનમાં બહારથી આવનાર બધા યાત્રીકો માટે 72 કલાકની અંદર આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજીયાત રહેશે. આ પહેલા કેરલ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ માટે તેની જરૂર હતી. હવે બધા રાજ્યો માટે રિપોર્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

કાર્યાલયોમાં કર્મચારીઓને કામની જરૂરીયાત પ્રમાણે બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંબંધમાં કાર્યાલયના અધ્યક્ષ નિર્ણય લઈ શકશે. તમામ સંસ્થાઓએ કોરોનાના નિયમોનું ફરજીયાત પાલન કરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news