નવી દિલ્હી: ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પગપેસારો કરવા લાગ્યો છે. દેશમાં કોરોનાના નવા દૈનિક કેસ પાછા 50 હજાર ઉપર આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1321 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ સમગ્ર દેશમાંથી 50,848 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 1,358 લોકોના મૃત્યુ થયા હતા. નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અત્યાર સુધીમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થઈને 40 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 54,069 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,00,82,778 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 68,885 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,90,63,740 દર્દીઓ રિકવર થયા છે. 


Corona Delta Plus Variant ની એન્ટ્રી વચ્ચે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10066 નવા કેસ


મધ્ય પ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સંક્રમિત મહિલાનું મોત
રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી બે લોકોના સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. જેમાંથી એક મહિલાનું 23મી મેના રોજ મોત થયું છે. કહેવાય છે મહિલાએ હજુ પણ રસી લીધી નહતી. જ્યારે અન્ય એક મહિલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત થવા છતા હવે સાજી થઈ ગઈ છે. આ વેરિએન્ટના અત્યાર સુધીમાં 40 જેટલા કેસ સામે આવ્યા છે અને તે 8 રાજ્યોમાં પહોંચી ગયો છે. 


Corona ની ત્રીજી લહેર રોકવા માટે ડો. ગુલેરિયાએ આપ્યા ત્રણ મંત્ર, બાળકોની વેક્સિન મુદ્દે કહી આ વાત


8 રાજ્યોમાં પહોંચ્યો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જ્યાં અત્યાર સુધીમાં 21 લોકો આ વેરિએન્ટથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં 6, કેરળ અને તમિલનાડુમાં 3-3, કર્ણાટકમાં 2 અને પંજાબ, આંધ્ર પ્રદેશ અને જમ્મુમાં એક- એક કેસ સામે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube