Corona Delta Plus Variant ની એન્ટ્રી વચ્ચે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10066 નવા કેસ
કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસ (Corona Delta Plus Variant) એ ચિંતા વધારી દીધી છે. આ વચ્ચે એકવાર ફરી મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકની અંદર નવા કેસની સંખ્યાએ ચિંતા વધારી છે.
Trending Photos
મુંબઈઃ કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસ (Corona Delta Plus Variant) ની ચર્ચાઓ વચ્ચે એકવાર ફરી મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા નવા કેસોએ ચિંતા વધારી દીધી છે. બુધવારે 10,066 કોરોનાના કેસ સામે આવ્યા છે, જ્યારે મંગળવારે 8470 કેસ સામે આવ્યા હતા. આ રીતે રાજ્યમાં 24 કલાકમાં 1596 કેસ વધી ગયા છે.
મંગળવારની તુલનામાં મોતનો આંકડો ઘટ્યો
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના (Maharashtra Corona) 59,97,587 કેસ સામે આવ્યા છે. મંગળવારે 188 લોકોના મૃત્યુ થયા જ્યારે બુધવારે 163 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મંગળવારની તુલનામાં બુધવારે મૃત્યુઆંકમાં 25નો ઘટાડો થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુઆંક 1,19,303 થઈ ચુક્યો છે.
આ પણ વાંચોઃ Corona ની ત્રીજી લહેર રોકવા માટે ડો. ગુલેરિયાએ આપ્યા ત્રણ મંત્ર, બાળકોની વેક્સિન મુદ્દે કહી આ વાત
રિકવર થનારા દર્દીઓમાં વધારો
કોરોનાથી સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો મંગળવારે 9043 દર્દી સાજા થયા તો બુધવારે 11032 દર્દીઓ સાજા થયા છે. આમ બુધવારે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 57,53,290 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચુક્યા છે.
મુંબઈમાં પણ વધ્યા કેસ
વાત મુંબઈની કરીએ તો મંગળવારે 568 કેસ સામે આવ્યા જ્યારે બુધવારે 864 નવા કેસ સામે આવ્યા છે. આ રીતે મંગળવારની સરખામણીએ બુધવારે 296 કેસ વધ્યા છે. અહીં મંગળવારે 10 લોકોના મૃત્યુ થયા તો બુધવારે 23 લોકોના મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધી 15338 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે, જ્યારે કુલ 7,21,963 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે