નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. 75 દિવસ બાદ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2726 લોકોના મોત થયા છે. જ્યારે 60 હજાર જેટલા નવા દર્દીઓ નોંધાયા છે. ગઈ કાલે એક દિવસમાં 70 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3921 લોકોના કોરોનાથી મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

75 દિવસ બાદ કોરોનાના નવા કેસમાં જોવા મળ્યો નોંધપાત્ર ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 60,471 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 2,95,70,881 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,13,378 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,17,525 દર્દીઓ રિકવર થયા. અત્યાર સુધીમાં 2,82,80,472 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા. મૃત્યુઆંકમાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં 2726 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. કુલ મૃત્યુઆંક હવે 3,77,031 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 25,90,44,072 લોકોનું રસીકરણ થયું છે. 


Jyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube