નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ચૂંટણી કરાવવા પર ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ ભારતીય ક્ષેત્ર પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી. તેણે પોતાના ગેરકાયદેસર કબજાવાળા બધા વિસ્તારો ખાલી કરી દેવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયે કહ્યુ- પાકિસ્તાને ગેરકાયદેસર કબજાવાળા ભારતીય જમીન ક્ષેત્રમાં આ તથાકથિત ચૂંટણી બીજુ નહીં પરંતુ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજાનું સત્ય અને તે ક્ષેત્રમાં તેના દ્વારા કરવામાં આવેલા ફેરફારોને છુપાવવાનો પ્રયાસ છે. 


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ- આ પ્રકારનું કાર્ય ન તો પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કબજાના સત્યને છુપાવી શકે છે અને ન આ ગેરકાયદેસર કબજાવાળા ક્ષેત્રમાં તેના દ્વારા કરવામાં આવેલા માનવાધિકારોના ગંભીર હનન, શોષણ અને લોકોને સ્વતંત્રતાથી વંચિત કરવાના કૃત્ય પર પડદો પાડી શકે છે. 


આ પણ વાંચોઃ Rakesh Asthana ને પોલીસ કમિશનર બનાવવાનો આપે કર્યો વિરોધ, દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પાસ


વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, પીઓકેમાં ચૂંટણીને લઈને કહ્યું કે ભારતે આ બનાવટી કવાયત પર પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની આ કવાયદનો સ્થાનીક લોકોએ પણ વિરોધ કર્યો છે અને તેને નકારી દીધું છે. 


મહત્વનું છે કે પીઓકે વિધાનસભામાં કુલ 53 સીટ છે, પરંતુ તેમાંથી 45 સીટો પર સીધી ચૂંટણી કરાવવામાં આવે છે જ્યારે પાંચ સીટો મહિલાઓ માટે અનામત છે અને ત્રણ વિજ્ઞાન નિષ્ણાંતો માટે છે. સીધા ચૂંટાતા 45માંથી 33 સીટો પીઓકેના નિવાસીઓ માટે છે અને 12 સીટો શરણાર્થીઓ માટે છે, જે પાછલા વર્ષોમાં કાશ્મીરથી અહીં આવ્યા હતા અને પાકિસ્તાનના વિવિધ શહેરોમાં વસી ગયા છે. 


પીઓકેના વિભિન્ન જિલ્લાની 33 સીટો પર કુલ 587 ઉમેદવારોએ  ચૂંટણી લડી જ્યારે પાકિસ્તાનમાં વસેલા જમ્મુ-કાશ્મીરના શરણાર્થીઓની 12 સીટો પર 121 ઉમેદવારો મેદાનમાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube