Rakesh Asthana ને પોલીસ કમિશનર બનાવવાનો આપે કર્યો વિરોધ, દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પાસ

દિલ્હી વિધાનસભાનું આજથી ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે બે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે. 
 

Rakesh Asthana ને પોલીસ કમિશનર બનાવવાનો આપે કર્યો વિરોધ, દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પાસ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના 2 દિવસ ચાલનારા ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ ખુબ હંગામેદાર રહ્યો. આમ આદમી પાર્ટી  (Aam Aadmi Party) એ રાકેસ અસ્થાનાને (Rakesh Asthana) દિલ્હી પોલીસના નવા કમિશનર બનાવવાનો વિરોધ નોંધાવતા વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો છે. 

અસ્થાનાને સ્પેશિયલ મિશન પર મોકલવામાં આવ્યા
આપ ધારાસભ્ય સંજીવ ઝાએ વિધાનસભામાં રાકેશ અસ્થાનાની નિમણૂક વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઝાએ આરોપ લગાવ્યો કે આ નિમણૂંકમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાકેશ અસ્થાનાની નિમણૂંકમાં કોઈપણ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. સંજીવ ઝાએ આરોપ લગાવ્યો કે દિલ્હીમાં રાકેશ અસ્થાનાને સ્પેશિયલ મિશન પર મોકલવામાં આવ્યા છે. 

નિમણૂંકમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન
સંજીવ ઝાએ કહ્યુ કે, આ નિમણૂંક ન માત્ર ગેરબંધારણીય છે પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયની અવમાનના પણ છે. સુપ્રીમ કોર્ટે 2019ના પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે જો ડીજીપીના લેવલ પર કોઈ નિમણૂક થાય છે તો નિવૃતિમાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય હોવો જોઈએ. આ પ્રક્રિયા હેઠળ યૂપીએસસી પાસેથી પણ સલાહ લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ રાકેશ અસ્થાનાની નિમણૂંકના મામલામાં તમામ માપદંડો સાઇડમાં રાખી દેવામાં આવ્યા છે. ઝાએ કહ્યુ કે, આ નિમણૂંક પાછળ રાજકીય એજન્ડા નજર આવે છે. 

દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને પણ આ નિમણૂંક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું દિલ્હી પોલીસમાં જેટલા અધિકારી તૈનાત છે તે બધા નકામા અને લાયક નથી. જેના કારણે મોદી સરકારે તેના પર વિશ્વાસ કર્યો નહીં. સત્યેન્દ્ર જૈને આરોપ લગાવ્યો કે ભાજપ કોંગ્રેસ બંને મળેલા છે. તેમણે મોદી સરકારને પડકાર ફેંક્યો કે હિંમત હોય તો જમાઈને ઉંધા લટકાવી દેખાડો. ગૃહમાં ચર્ચા બાદ રાકેશ અસ્થાનાની નિમણૂંક રદ્દ કરવા વિરુદ્ધ પ્રસ્તાવ વિધાનસભામાં પાસ કરવામાં આવ્યો છે. 

બહુગુણાને ભારત રત્નનો પ્રસ્તાવ પાસ
દિલ્હી વિધાનસભામાં પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ સર્વસંમત્તિથી પાસ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં આપ ધારાસભ્ય ભાવના ગૌડે ગૃહમાં પ્રસ્તાવ રાખ્યો હતો. જેનું અન્ય ધારાસભ્ય પ્રવીણ કુમારે સમર્થન કર્યું હતું. પ્રવીણ કુમારે કહ્યુ કે, સુંદરલાલ બહુગુણાએ તે જમાનામાં પર્યાવરણને બચાવવાનો સંદેશ આપ્યો હતો, જ્યારે લોકો આ મુદ્દે ચર્ચા પણ કરતા નહતા. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રસ્તાવનું સમર્થન કરતા કહ્યું કે, આ ગૃહ પ્રસ્તાવ પાસ કરી રહ્યું છે, પરંતુ દેશ ઈચ્છે છે કે બહુગુણાને ભારત રત્ન આપવામાં આવે. કેજરીવાલે કહ્યું- મને લાગે છે કે જો સર્વોચ્ચ નાગરિક સન્માન બહુગુણાને મળે છે તો આ ભારત રત્ન માટે ગૌરવની વાત હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news