પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓના અપહરણ મામલે મોટો હોબાળો, ભારતે લાલ આંખ કરીને કહી દીધું કે...
ભારતે આ ઘટનાઓની આકરી ટીકા કરી છે અને છોકરીઓને તેમના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનું કહ્યું છે
નવી દિલ્હી : પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયની સગીર છોકરીઓના અપહરણ મામલે આકરો વિરોધ નોંધાવવા બદલ વિદેશ મંત્રાલયે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગના વરિષ્ઠ અધિકારીઓ પાસે જવાબ માગ્યો છે. વિદેશ મંત્રાલયે છોકરીઓના અપહરણ મામલે પાકિસ્તાની અધિકારીઓ સામે ગંભીર ચિંતા જાહેર કરી છે.
શિરડી સાંઈ દરબારમાં દર્શન કરવા જવાના છો તો પહેલા વાંચી લો આ ખબર, નહિ તો પસ્તાશો
ઇસ્લામાબાદના સુત્રોનું કહેવું છે કે લઘુમતી હિંદુ સમુદાયની બે સગીર છોકરીઓ શાંતિ મેઘવાલ અને સરમી મેઘવાલનું 14 જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું. આ છોકરીઓ સિંધ અને પાકિસ્તાનના ઉમર ગામની રહેવાસી હતી.
ગુડિયા ગેંગરેપ : પાંચ વર્ષની માસુમના ગુપ્તાંગમાં નાખી બોટલ અને મીણબત્તીઓ, આજે આવશે ચૂકાદો
આ સિવાય અન્ય ઘટનામાં હિંદુ સમુદાયની સગીર છોકરી મહકનું 15 જાન્યુઆરીએ સિંધ પ્રાંતના જેકોબાબાદ જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતે આ ઘટનાઓની આકરી નિંદા કરી છે અને છોકરીઓને તેમના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનું કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...