ગુડિયા ગેંગરેપ : પાંચ વર્ષની માસુમના ગુપ્તાંગમાં નાખી બોટલ અને મીણબત્તીઓ, આજે આવશે ચૂકાદો

પાંચ વર્ષની છોકરીનું અપહરણ પછી તેનો ગેંગરેપ કરવામાં આવ્યો છે

Updated By: Jan 18, 2020, 08:58 AM IST
ગુડિયા ગેંગરેપ : પાંચ વર્ષની માસુમના ગુપ્તાંગમાં નાખી બોટલ અને મીણબત્તીઓ, આજે આવશે ચૂકાદો

નવી દિલ્હી : દિલ્હીની એક કોર્ટે (court) 2013ના ગુડિયા ગેંગરેપ મામલા (gudiya  gangrape case)માં આજે નિર્ણય સંભળાવશે. 2013માં દિલ્હીમાં પાંચ વર્ષની ગુડિયાનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ  કરવામાં આવ્યો હતો અને આ મામલામાં બે આરોપી છે. આ કેસમાં આજે નિર્ણય સંભળાવવામાં આવશે. 

હવે મુંબઈની નાઇટલાઇફ થઈ જશે લંડન જેવી શાનદાર, સરકારે લીધો મોટો નિર્ણય

આ ઘટનાની વિગતો જોઈએ તો પૂર્વી દિલ્હીના ગાંધીનગરમાં રહેનાર બાળકી 'ગુડીયા'નું તેના પડોશીએ 15 એપ્રિલના રોજ અપહરણ કર્યું હતું. બે દિવસો સુધી પોતાના ફ્લેટમાં બંધક બનાવી દુષ્કર્મ આચર્યું હતું. બુધવારે બાળકીનો રડવાનો અવાઝ સાંભળ્યા બાદ પરિવારના લોકોએ તેને મુક્ત કરાવી હતી. 

20 જાન્યુઆરીએ ભાજપના અધ્યક્ષ બની શકે છે જેપી નડ્ડા, જરૂર પડી તો 21ના ચૂંટણી

બાળકીના ગુપ્તાંગમાંથી 200 મીલીની બોટલ અને મીણબત્તીઓના ટુકડા મળ્યા હતા. જ્યારે ગુડીયાના પિતાએ પોલીસ પાસે કેસ દાખલ કરાવવા ગયા તો પોલીસે કેસને રફેદફે કરવા માટે બે હજાર રૂપિયા લાંચના રૂપમાં ખિસ્સામાં મુક્યા હતા. આ મામલાએ જોર પકડ્યું ત્યારે દુષ્કર્મ આચરનાર મનોજ અને પ્રદીપને દિલ્હી પોલીસે બિહારથી ઝડપી પાડ્યા. આ ઘટનામાં ગુડિયાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવી હતી અને અહીં ઘણા દિવસ સુધી તેની હાલત નાજુક રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...