નવી દિલ્હીઃ ચાર તબક્કાના દેશવ્યાપી લૉકડાઉન છતાં ભારતમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણ છે કે હવે ભારત કોરોના વાયરસથી સંક્રમિત વસ્તી પ્રમાણે એશિયન દેશોની લિસ્ટમાં નંબર વન બની ગયું છે. પરંતુ કોવિડ 19 દર્દીઓની વિશ્વની યાદીમાં ભારત હજુ 9માં સ્થાને છે. કોવિડ-19 મહામારી પર અદ્યતન આંકડા આપનારી વેબસાઇટ worldometers.info પ્રમાણે, ભારતમાં ગુરૂવાર સુધી 1 લાખ 60 હજાર, 310 કોરોનાના કેસ આવી ચુક્યા છે જે કોઈપણ એશિયન દેશોના મુકાબલે વધુ છે. 
[[{"fid":"265967","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં ગુરૂવાર સુધી કોરોનાના કુલ 1 લાખ, 58 હજાર, 333 કેસ સામે આવ્યા જેમાંથી 67,691 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે કુલ 4,531 દર્દીઓના મૃત્યુ થયા છે. આ રીતે સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે હાલ ભારતમાં 86,110 કોવિડ દર્દીઓની એક્ટિવ સંખ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56,948 કોવિડ-19 દર્દીઓ સામે આવી ચુક્યા છે અને રાજ્યમાં આ બીમારીથી અત્યાર સુધી 1,897 મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં 18545, દિલ્હીમાં 15257 જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 15572 કેસ આવ્યા છે. 
[[{"fid":"265968","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


જો એશિયન દેશોમાં કોરોના કેસની વાત કરીએ તો ટોપ-10 લિસ્ટમાં ભારત બાદ તુર્કી 159,797), ઇરાન 143,849), ચીન (82,995) , સાઉદી અરબ, (80,185), પાકિસ્તાન (61,227), કતર (50,914), બાંગ્લાદેશ (40,321), સિંગાપુર (33,249) અને યૂએઈ (32,532) સામેલ છે. રસપ્રદ વાત તે છે કે ચીનથી જીવલેણ કોરોના વાયરસમાં વિશ્વમાં ફેલાઇને માનવતા માટે એક પડકાર બન્યો છે, ત્યાં અત્યાર સુધી એક લાખ કોવિડ-19 દર્દી સામે આવ્યા નથી. આ રીતે ચીન એશિયન દેશોની યાદીમાં ચોથા સ્થાન પર છે. તો વિશ્વમાં તેનું સ્થાન 14મું આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર