Corona ને ભારતમાં ચોક્કસપણે મળશે ધોબીપછાડ, દેશી કોરોના Vaccine પર આવ્યા મહત્વના સમાચાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રેસ સંબોધનમાં નીતિ આગોયના સભ્ય ડો. વી કે પોલે જણાવ્યું છે કે ભારતમાં કોરોના વેક્સિન (Corona Vaccine) ના વિકાસનો ત્રીજો તબક્કો (Third phase) શરૂ થઈ ગયો છે. તેનું પરિક્ષણ આજથી શરૂ થઈ જશે.
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રેસ સંબોધનમાં નીતિ આગોયના સભ્ય ડો. વી કે પોલે જણાવ્યું છે કે ભારતમાં કોરોના વેક્સિન (Corona Vaccine) ના વિકાસનો ત્રીજો તબક્કો (Third phase) શરૂ થઈ ગયો છે. તેનું પરિક્ષણ આજથી શરૂ થઈ જશે.
D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ
દુનિયાના ગણતરીના દેશોમાં સામેલ
કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના પરિક્ષણ સાથે ભારત દુનિયાના તે એલિટ દેશોના લિસ્ટમાં સામેલ થશે જ્યાં કોરોના વેક્સિનનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. હવે તેની હ્યુમન ટ્રાયલ થઈ રહી છે. જો કે ડોક્ટર વી કે પોલના જણાવ્યાં મુજબ વેક્સિનના પરિક્ષણનો ત્રીજો તબક્કો સૌથી સાંબો હોય છે. આથી હાલ એ ન કહી શકાય કે રસી ક્યાં સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે.
Covid-19: બાપરે...ચીનનું આટલું મોટું જૂઠ્ઠાણું? ઘાતક કોરોના પર 8 વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ
ભારતમાં 3 વેક્સિન પર ચાલી રહ્યું છે કામ
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ બ્રિફિંગમાં એ જાણકારી પણ આપવામાં આવી કે દેશમાં ત્રણ પ્રયોગશાળામાં વેક્સિન વિક્સિત કરવાનું કામ ચાલુ છે. જેમાંથી એક પ્રયોગશાળા ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. જેની ટ્રાયલ આજથી શરૂ થઈ જશે. બાકીની બે રસી હાલ માનવ પરિક્ષણના પહેલા અને બીજા તબક્કામાં છે. સરકાર વેક્સિન નિર્માતા કંપનીઓની સાથે સતત સંપર્ક જાળવી રહી છે. તેમને દરેક પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવી રહી છે.
Corona Virus વિશે અત્યાર સુધી ખબર જ નહતી આ વાત, ખુલાસા બાદ હવે સારવારમાં મળશે મોટી મદદ
આપૂર્તિની યોજના તૈયાર
એકબાજુ જ્યાં વેક્સિનનું પરિક્ષણ ચાલુ છે ત્યાં બીજી બાજુ તેમને બજારમાં સપ્લાય માટે પૂરજોશમાં તૈયારી ચાલુ છે. ડો.પોલના જણાવ્યાં મુજબ બજારમાં કોરોનાની રસીની આપૂર્તિ માટે સમગ્ર યોજના તૈયાર થઈ ગઈ છે. પ્રયોગ માટે સંપૂર્ણ રીતે વેક્સિનને જોયા બાદ જ આગળની યોજના બનાવવામાં આવશે. કારણ કે તે વેક્સિનના ડોઝ પર નિર્ભર કરે છે. હજુ એ પણ જાણી શકાયું નથી કે આ વેક્સિનના કેટલા ડોઝ લેવાના છે.
દુનિયાની પ્રથમ COVID-19 વેક્સીનનું પ્રોડક્શન શરૂ, આ મહિનાના અંત સુધી થશે પુરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કર્યો હતો ઉલ્લેખ
આ વખતે સ્વતંત્રતા દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કોરોનાની રસીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દેશમાં ત્રણ વેક્સિન વિક્સિત થઈ રહી છે. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને વેક્સિન અંગે વિસ્તૃત જાણકારી આપી છે. વિશેષજ્ઞોના સમૂહ વેક્સિન નિર્માતાઓ સાથે મળીને ઉત્પાદન, મૂલ્ય નિર્ધારણ અને વિતરણ પર સતત ચર્ચા કરી રહ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube