દુનિયાની પ્રથમ COVID-19 વેક્સીનનું પ્રોડક્શન શરૂ, આ મહિનાના અંત સુધી થશે પુરૂ

રશિયા (Russia) એ COVID-19 માટે પોતાના નવા વેક્સીનના પ્રથમ બેચનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ વેક્સીનની મેન્યૂફેક્ચરિંગ શરૂ કરવાની સૂચના આપી.

દુનિયાની પ્રથમ COVID-19 વેક્સીનનું પ્રોડક્શન શરૂ, આ મહિનાના અંત સુધી થશે પુરૂ

મોસ્કો: રશિયા (Russia) એ COVID-19 માટે પોતાના નવા વેક્સીનના પ્રથમ બેચનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ વેક્સીનની મેન્યૂફેક્ચરિંગ શરૂ કરવાની સૂચના આપી. રશિયાએ કહ્યું કે કોવિડ-19ની આ પ્રથમ વેક્સીન પહેલા બેચનું પ્રોડક્શન આ મહિનાના અંત સુધી પુરૂ થઇ જશે. કેટલાક વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમને ડર છે કે કોવિડ-19ની વેક્સીન બનાવવાની વૈશ્વિક દોડની વચ્ચે ઝડપથી રેગુલેટરી એપ્રૂવલ આપીને મોસ્કો (Moscow) સુરક્ષાથી વધુ દેશની પ્રતિષ્ઠાને મહત્વ આપી રહ્યું છે. 

તમને જણાવી દઇએ કે આ વેક્સીનનું એપ્રૂવલ ટ્રાયલ્સ પહેલાં જ આવી ગયું છે, જ્યારે સામાન્ય રીતે આ એપ્રૂવલ હજારો પ્રતિભાગીઓ પર વેક્સીન કેંડિડેટનું સફળતાપૂર્વક પરીક્ષણ થયા બાદ મળે છે. આ પરીક્ષણને ફેજ થ્રી ટ્રાયલ કહેવામાં આવે છે. સાથ જ ટ્રાયલ્સને કોઇપણ વેક્સીન માટે રેગુલેટરી એપ્રૂવલ મેળવવાની પ્રક્રિયામાં અનિવાર્ય ગણવામાં આવે છે. 

રશિયાએ આ વેક્સીનનું નામ સોવિયત સંઘ દ્વારા લોન્ચ કરવામાં આવેલી દુનિયાના પ્રથમ ઉપગ્રહના નામે 'Sputnik V' રાખ્યું છે. વેક્સીનની સુરક્ષાને લઇને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન (President Vladimir Putin) એ કહ્યું કે 'આ વેક્સીન સુરક્ષિત છે. મારી એક પુત્રીએ આ વેક્સીનનો ડોઝ એક વોલેંટિયર તરીકે લીધો હતો અને ત્યારબાદ તેને સારો અનુભવ થયો.'

મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે મોસ્કોના Gamaleya Institute એ કહ્યું કે રશિયા, ડિસેમ્બર-જાન્યુઆરી સુધી એક મહિનામાં લગભગ 5 મિલિયન ખુરાકનું ઉત્પાદન કરવા લાગશે. કોરોના વેક્સીન આ ઇંસ્ટીટ્યૂટે વિકસિત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news