59 એપ્સ પર પાબંધી બાદ ભારતે ચીનને આપ્યો વધુ એક આંચકો
59 ચીની એપ્સ તે ગતિવિધિઓમાં લાગેલી હતી જે ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતી રક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે ખતરો છે. એવામાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: 59 ચીની એપ્સ પર બેન લગાવ્યા બાદ ભારત સરકારે ચીન વિરૂદ્ધ એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત ચીની કંપનીઓને રાજમાર્ગ પ્રોજેક્ટ (Highway Projects)માં ભાગ લેવાની અનુમતિ આપશે નહી. એવામાં કોઇપણ ચીની કંપની હાઇવે પ્રોજેક્ટ માટ અરજી કરી શકશે નહી.
નિતિન ગડકરીએ કહ્યું કે જો તે કોઇ ભારતીય અથવા પછી અન્ય કંપની સાથે જોઇન્ટ વેન્ચર બનાવીને બોલી લગાવી છે તો પણ તેમને પરવાનગી આપવામાં આવશે નહી. તેમણે આગળ કહ્યું કે ભારત સરકાર આ સુનિશ્વિત કરશે કે ચીની રોકાણકારોએન ભારતના સૂક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) સહિત અન્ય ક્ષેત્રોમાં રોકાણથી અટકાવી શકાશે.
ચીનને ભારતઅને આકરો સંદેશ
ચીન સાથે સીમા પર તણાવ વચ્ચે ભારતે TikTok અને હેલો સહિત 59 ચીની એપ્સ બ્લોક કરી દીધી છે. મંત્રાલયે એક નોટિસ જાહેર કરી જણાવ્યું છે કે 59 ચીની એપ્સ તે ગતિવિધિઓમાં લાગેલી હતી જે ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતી રક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે ખતરો છે. એવામાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube