દેશને જલદી મળશે પ્રથમ થિએટર કમાન્ડ, જાણો કઈ રીતે કરશે કામ
યુદ્ધ દરમિયાન ત્રણેય તેનાઓ વચ્ચે તાલમેલ બનાવી રાખવા માટે આ કમાન્ડ ખુબ ઉપયોગી થાય છે. અહીંથી બનેલી રણનીતિઓ અનુસાર દુશ્મન પર અચૂક વાર કરવો સરળ થઈ જાય છે.
નવી દિલ્હીઃ ભારતીય સેનામાં આગામી વર્ષ સુધી થિએટર કમાન્ડ (Theater Commands) બની જશે. નેવી, એરફોર્સ અને આર્મી થિએટર કમાન્ડનો ભાગ હશે. થિએટર કમાન્ડનો સૌથી સારો ઉપયોગ યુદ્ધ દરમિયાન ત્યારે થાય છે, જ્યારે વાત ત્રણેય સેનાઓ વચ્ચે સંકલનની હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં 2થી લઈને 5 થિએટર કમાન્ડ બનાવવાની તૈયારી છે. જાણકારી પ્રમાણે ચીન સાથે તણાવ વચ્ચે થિએટર કમાન્ડ બનાવવાની તૈયારી ઝડપી કરી દેવામાં આવી છે.
યુદ્ધના સમયે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ બનાવી રાખવામાં આ કમાન્ડ ખુબ ઉપયોગી થાય છે. અહીંથી બનેલી રણનીતિઓ અનુસાર દુશ્મન પર અચૂક વાર કરવો સરળ થઈ જાય છે. આ કારણ છે કે સેના, વાયુસેના અને નૌસેનાને એક સાથે લાવીને ઈન્ટીગ્રેટેડ થિએટર કમાન્ડ બનાવવાની તૈયારીઓ ઝડપી બનાવી દેવામાં આવી છે.
હવે સેનામાં મહિલા ઓફિસર પણ મેળવી શકશે સ્થાયી કમિશન, રક્ષા મંત્રાલયે આપી મંજૂરી
તમને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવતે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનવાની સાથે કહ્યુ હતુ કે દેશમાં થિએટર કમાન્ડ બનાવવામાં આવશે જેથી યુદ્ધ દરમિયાન દુશ્મનની સ્થિતિને નાકામ કરવાની રણનીતિ સરળતાથી બનાવી શકાય.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube