નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ZEE NEWS ના #IndiaKaDNA કોન્કલેવમાં કહ્યું કે દેશનો વિપક્ષ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કોઈ જાણતું નથી. પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે ક્યારેય એ નથી કહ્યું કે વિપક્ષનો કોઈ એમએલએ કે એમપી રહેવો જોઈએ નહીં. લોકતંત્રમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષ બંનેની ભૂમિકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષની યોજનાઓ અંગે વિપક્ષ કઈંક કહેવા માંગે તો ચર્ચા કરે પરંતુ ચર્ચાથી દૂર ન ભાગે. લોકતંત્રનો ફાયદો એમાં જ છે કે સત્તા અને વિપક્ષ પોત પોતાની રીતે આગળ વધે. સરકાર સારું કરે તો વિપક્ષ તેનું સમર્થન કરે અને જો સરકાર ખોટું કરે તો વિપક્ષ તેની ટીકા કરે. 


#IndiaKaDNA: 3 મહિનાની અથાગ મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી: દુષ્યંત ચૌટાલા


પ્રકાશ જાવડેકરે કહ્યું કે હાલ સમગ્ર દેશમાં એક્તાનો માહોલ છે. લોકોમાં મનમાં દેશને વિક્સિત કરવાનો જુસ્સો આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ વખતે ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં દિવાળીના ફટાકડા ઓછા ફૂટ્યા, જનતાની ભાગીદારીથી દેશ એક સારા મુકામ પર પહોંચે તેવી ભાવના વિક્સિત થઈ છે. 


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કાશ્મીર એ જ છે જે ભારતમાં સામેલ થયું. કાશ્મીરની સંસ્કૃતિ બધાને સમાહિત કરનારી રહી છે. બધાને સાથે લઈને ચાલનારી છે. એ જ દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદાખમાં જવા માટે કોઈના પર પ્રતિબંધ નથી. બે પૂર્વ મુખ્યમંત્રી અને કેટલાક નિર્ધારિત લોકો પર પ્રતિબંધ છે પરંતુ તે પણ વધુ દિવસ માટે નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...