#IndiaKaDNA: 3 મહિનાની અથાગ મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી- દુષ્યંત ચૌટાલા

હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019)માં નવી નવી બનેલી પાર્ટી જેજેપીના શાનદાર પ્રદર્શન પર ZEE NEWS ના IndiaKaDNA કોન્કલેવમાં પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ  કહ્યું કે 3 મહિનાની કડક મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી.

#IndiaKaDNA: 3 મહિનાની અથાગ મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી- દુષ્યંત ચૌટાલા

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019)માં નવી નવી બનેલી પાર્ટી જેજેપીના શાનદાર પ્રદર્શન પર ZEE NEWS ના IndiaKaDNA કોન્કલેવમાં પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ  કહ્યું કે 3 મહિનાની કડક મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી. ચૂંટણી બાદ ભાજપ સાથે ગઠબંધન કરીને સત્તામાં આવ્યાં  બાદ ડેપ્યુટી સીએમ બનેલા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે અમે હરિયાણાના હિતો માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું. 

ચૌધરી દેવીલાલના વારસા સંબંધે તેમણે કહ્યું કે વારસો કોઈ વહીખાતા નથી, અમે જનતાના આશીર્વાદથી જીત્યાં. આ વારસો દુષ્યંતને સોંપાયો નહતો, અજય ચૌટાલાને સોંપાયો હતો. હરિયાણાના કેટલાક રાજકીય જૂથો અમને બદનામ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં  ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાને લઈને મચેલા સંગ્રામને ધ્યાનમાં રાખીને સંજય રાઉતે કહ્યું કે શિવસેનામાં કોઈ દુષ્યંતના પિતા જેલમાં નથી. જેના પર ટિપ્પણી કરતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે ચલો એનાથી ખબર તો પડે છે કે આ બહાને સંજય રાઉતને મારું નામ તો ખબર પડી ગઈ. બની શકે કે તે અગાઉ તેમને ખબર ન હોય કે હું લોકસભાનો સભ્ય પણ રહ્યો છું. જેલમાં બંધ પિતાના કારણે ભાજપ સાથે ડીલ સંબંધે તેમણે કહ્યું કે મારા પિતાની સજા 2020માં પૂરી થઈ રહી છે. તેમને ફરલો મળવા ઉપર પણ સવાલ ઉઠ્યા જ્યારે તે તો કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે. 

જુઓ LIVE TV

કેન્દ્રીય મંત્રી વી કે સિંહ
આ અગાઉ 31 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત કરવાની પૃષ્ઠભૂમિમાં ZEE NEWS ના IndiaKaDNA કોન્કલેવમાં જનરલ (રિટાયર્ડ) વી કે સિંહે પોતાનો એક કિસ્સો સંભળાવતા કહ્યું કે જ્યારે હું પહેલીવાર કાશ્મીર ગયો ત્યારે 10 વર્ષનો હતો. કાશ્મીરના લોકો પૂછતા હતાં કે શું તમે ઈન્ડિયાથી આવ્યા છો? આ અંગે જ્યારે પિતાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હકીકતમાં કલમ 370 લાગુ થયા બાદથી અહીંના લોકોમાં એક એવી ભાવના પેદા થઈ છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે આર્ટિકલ 370 ખતમ થવી ખુબ જરૂરી છે. 

આ આર્ટિકલના કારણે કાશ્મીરના લોકો પોતાની જાતને ભારત સાથે જોડતા નહતાં. હવે આ આર્ટિકલ હટવાના મુદ્દે તેમણે કહ્યું કે કોઈ દેશપ્રેમી 370 હટવાનો વિરોધ નહીં કરે. કેટલાક લોકો ફક્ત પોતાની પાર્ટીનો સ્વાર્થ જુએ છે. પાકિસ્તાન માટે કાશ્મીર મોટો મુદ્દો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news