નવી દિલ્હી: કેન્દ્રીય ખાદ્ય ગ્રાહક મંત્રી રામ વિલાસ પાસવાન (Ram Vilas Paswan)એ કહ્યું કે, વન નેશન, વન રાશન કાર્ડ (One Nation, One Ration Card) યોજના પર કામ ચાલી રહ્યું છે. દેશને દિશા આપનાર ઈન્ડિયા કા DNA E-Conclave માં વાતચીત દરમિયાન પાસવાને કહ્યું કે, મંત્રાલયએ લક્ષ્યથી 200 ટકા વધારે કામ કર્યું છે. ગરીબોને મફતમાં અનાજ આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- #IndiaKaDNA: ચીન સરહદ વિવાદ પર જિતેન્દ્ર સિંહ બોલ્યા-PM મોદી પર દેશને ભરોસો


પાસવાને વાતચીત દરમિયાન કહ્યું, મોદી સરકારે ગ્રાહકો માટે નવા ગ્રાહક કાયદો બનાવ્યો, જેનો લાભ બધાને મળશે. જૂના ગ્રાહક કાયદામાં ફેરફાર કર્યો છે. દેશમાં અનાજની કોઈ ઘટ નથી. જમાખોરી કરનારની સામે કાર્યવાહી કરશે.


આ પણ વાંચો:- દિલ્હી સરકારની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની જ થશે સારવાર: અરવિંદ કેજરીવાલ


મોદી સરકારના મોટા નિર્ણયો વિશે માહિતી આપતાં પાસવાને કહ્યું, "ખેડુતો કોઈપણ રાજ્યમાં પાક વેચી શકે છે. 5 વર્ષમાં ચોખા અને ઘઉંના ભાવ વધ્યા નથી. સરકારે પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. સોના પર હોલ માર્કિંગ જરૂરી કરી છે."


આ પણ વાંચો:- #IndiaKaDNA: શું 2024 સુધીમાં PoK ભારતનું થઈ જશે? રક્ષામંત્રી રાજનાથ સિંહનો જવાબ ખાસ જાણો


પરપ્રાંતિય મજૂરોના સવાલ પર તેમણે કહ્યું કે, "આ મુદ્દો ફક્ત રાજ્ય વિરુદ્ધ કેન્દ્રનો નથી. રાજ્યોની પોતાની સમસ્યાઓ અને ક્ષમતાઓ હોય છે. બહારથી આવતા મજૂરોની વ્યવસ્થા કરવી રાજ્ય સરકારો માટે એટલી સરળ નહોતી. કેટલાક રાજ્યોએ આ સમસ્યાને વધુ સારી રીતે સંચાલિત કરી. યુપીની યોગી સરકારે તેમાં સારું કામ કર્યું."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube