#IndiaKaDNA: ચીન સરહદ વિવાદ પર જિતેન્દ્ર સિંહ બોલ્યા-PM મોદી પર દેશને ભરોસો
Trending Photos
નવી દિલ્હી: પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ચીન સરહદ વિવાદ પર કહ્યું કે દેશને પીએમ મોદી પર ભરોસો છે. દેશને દિશા દેખાડનારા IndiaKaDNA E-Conclave માં વાતચીત દરમિયાન સિંહે કહ્યું કે ચીન સરહદ વિવાદ ખુબ જૂનો છે. તેમણે કહ્યું કે, 'ચીન સરહદ વિવાદ પર કોંગ્રેસે રાજકારણ ખેલ્યું. કોંગ્રેસ પોતાના પાપનો દોષ બીજાના માથે ન નાખી શકે. પૂર્વ પીએમ નહેરુએ કાશ્મીર પર એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો.'
કાશ્મીરમાં આતંકવાદના મુદ્દે સિંહે કહ્યું કે 'કાશ્મીરમાં આતંક છેલ્લા તબક્કામાં છે. કાશ્મીરના યુવાઓ ભારતની વિકાસ યાત્રા સાથે જોડાવવા માંગે છે અને આગળ પણ કાશ્મીરી યુવાઓ આતંકનો રસ્તો છોડશે.'
કોરોના પર પૂછાયેલા એક સવાલના જવાબમાં સિંહે કહ્યું કે દુનિયાની સરખામણીમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. પીપીઈ કિટ બનાવવામાં ભારત આત્મનિર્ભર બન્યું છે. કોરોનાથી આપણને આપણી તાકાત ખબર પડી. દુનિયા ભારત પાસેથી પ્રેરણા લઈ રહી છે. ભારત દુનિયામાં આર્થિક તાકાત બનશે. સરકાર રોજગારી પેદા કરવા તરફ કામ કરી રહી છે.
જુઓ LIVE TV
લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની સમસ્યાઓને લઈને સિંહે કહ્યું કે સરકારે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. જો કે કેટલીક ખામીઓ રહી. મજૂરોની દશા આપણે બધાએ જોઈ અને તેનું ઊંડુ દુખ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે