નવી દિલ્હીઃ વાયુ સેના પ્રમુક આરકેએસ ભદૌરિયાએ મંગળવારે ચીનને આકરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત સાથે ટકરાવ ચીન માટે વૈશ્વિક મોર્ચે સારો નથી. જો ચીનની આંકાક્ષાઓ વૈશ્વિક છે તો આ તેની ભવ્ય યોજનાઓને સૂટ નથી કરતું. એર ચીફ માર્શલે ચીનને આ સંદેશ મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુ સેના પ્રમુખે કહ્યું કે, લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર મોટી સંખ્યામાં ચીનના સૈનિક તૈનાત છે. તેની પાસે રડાર, જમીનથી હવામાં માર કરનાર અને સપાટીથી સપાટી પર માર કરનારી મિસાઇલની મોટી હાજરી છે. તેની તૈનાતી મજબૂત રહી છે, પરંતુ આપણે પણ જરૂરી કાર્યવાહી કરી છે. 


મહત્વનું છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા આઠ મહિનાથી તણાવની સ્થિતિ બનેલી છે. લદ્દાખમાં એલએસીની પાસે બંન્ને દેશોની સેનાની હાજરી છે. મેના શરૂઆતી દિવસોથી ભારત અને ચીન વચ્ચે તણાવ બનેલો છે. જૂનના મહિનામાં ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ પણ થયું હતું. તણાવ ઓછો કરવા માટે સૈન્ય સ્તર પર ઘણા રાઉન્ડની વાતચીત પણ થઈ છે. એટલું જ નહીં બંન્ને દેશોના રક્ષામંત્રીઓ અને વિદેશ મંત્રીઓએ પણ મુલાકાત કરી હતી. 


કોરોનાને કારણે Republic Day પરેડમાં મોટો ફેરફાર


વાયુ સેના પ્રમુખે આગળ કહ્યું કે, નાના દેશ અને અલગાવવાદીઓની મદદથી ચીનને ડ્રોન જેવી ઓછા ખર્ચ વાળી તકનીક સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે, જેથી તે પ્રતિકૂળ પ્રભાવ પેદા કરવામાં સફળ થઈ રહ્યું છે. IAF પ્રમુખે કહ્યું કે, જો કોઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે તો ભારત કોઈપણ દુસ્સાહસનો મુકાબલો કરવા માટે પોતાની ક્ષમતાને બનાવી રાખવાની જરૂરીયાત છે. 


એર ચીફ માર્શલે કહ્યુ કે, અમારા વિરોધીએ ઓછા રોકાણની સાથે વધુ તકનીકી યુદ્ધ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. રિસર્ચ અને ડેવલોપમેન્ટના ક્ષેત્રમાં ચીને અસરકારક રોકાણ કર્યું છે. તેથી આપણે ભવિષ્યની અનિશ્ચિત ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રીત રાખવાની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, ન્યૂ ડ્રોન ટેક્નોલોજી અને માનવરહિત વિમાન નવા આધુનિક યુદ્ધનો ભાગ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube