નવી દિલ્હી: ભારત-ચીન સરહદે (India-China Border Issue) લના વિવાદ બાદ ભારતીય સેના હવે વધુ સતર્ક થઈ રહી છે. અવારનવાર ચીન (China) તરફથી સરહદે ઘૂસણખોરી રોકવા માટે સેના કડક પગલા લેવાનું વિચારી રહી છે. ભારતીય વાયુસેનાના ટોચના કમાન્ડર બુધવારથી શરૂ થઈ રહેલા ત્રણ દિવસના સંમેલનમાં દેશની વાયુ પ્રણાલીની વ્યાપક સમીક્ષા કરશે. જેમાં ચીન સાથે સરહદ વિવાદને ધ્યાનમાં રાખીને રાફેલ ફાઈટર વિમાનોની પહેલી ખેપની સંભવિત તૈનાતી પર વિચાર કરાશે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સુનિયોજિત રીતે ઉઈગર અને તિબ્બતીઓની ઓળખ ખતમ કરી રહ્યું છે, સ્પેશિયલ રિપોર્ટ 


સૂત્રોએ જણાવ્યું કે કમાન્ડોરની આ ચર્ચામાં લદાખ સેક્ટરમાં આગામી મહિનાની શરૂઆત સુધીમાં લગભગ 6 રાફેલ વિમાનોના પહેલા કાફલાને તૈનાત કરવા અંગે વિશેષ ચર્ચા થાય તેવી આશા છે. આ વિમાન ભારતીય વાયુસેનાના ફાઈટર કાફલામાં જુલાઈના અંત સુધી સામેલ થવાના છે. એક સૂત્રએ જણાવ્યું કે ટકમાન્ડર ક્ષેત્રમાં ઉભરતા સુરક્ષા હાલાતની સમીક્ષા કરશે અને વાયુસેનાની ફાઈટર ક્ષમતા વધારવાની રીતો પર ચર્ચા કરશે.ટ સંમેલનની અધ્યક્ષતા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયા કરશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ વાયુસેના કમાન્ડરોને સંબોધિત કરે તેવી આશા છે. 


આ દેશમાં અઢી કરોડ લોકો કોરોનાથી સંક્રમિત? રાષ્ટ્રપતિના નિવેદનથી ખળભળાટ 


વાયુસેના પૂર્વ લદાખ વિસ્તારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાતના સમયે ફાઈટર વિમાનોથી હવાઈ પેટ્રોલિંગ કરી રહી છે. તેનો હેતુ સંભવિત: ચીનને એ સંદેશ આપવાનો છે કે આ પર્વતીય વિસ્તારમાં કોઈ પણ અકસ્માતની સ્થિતિને પહોંચી વળવા માટે તે એકદમ તૈયાર છે. રક્ષામંત્રીના લદાખ પ્રવાસ દરમિયાન શુક્રવારે પૂર્વ લદાખના સ્તાકનામાં એક સૈન્ય અભ્યાસમાં વાયુસેનાની અનેક હથિયાર પ્રણાલીઓએ ભાગીદારી કરી. આ અભ્યાસમાં અનેક ઊંચાઈવાળા વિસ્તારમાં જટિલ સુરક્ષા સ્થિતિને પહોંચી વળવા માટે આર્મી અને વાયુસેનાની સમન્વિત ફાઈટર ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. 


પાકિસ્તાન: મૌલવીના કહેવાથી તોડી નાખી બુદ્ધની દુર્લભ પ્રતિમા, 4ની ધરપકડ, VIDEO વાયરલ


વાયુસેનાએ સુખોઈ 30 એમકેઆઈ, જગુઆર, મિરાજ 2000 જેવા પોતાના લગભગ તમામ પ્રકારના ફાઈટર વિમાન લદાખમાં મહત્વના સીમાંત વાયુસેના ઠેકાણાઓ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીકના સ્થળોએ તૈનાત કર્યાં છે. વાયુસેનાએ અપાચે ફાઈટર હેલિકોપ્ટર અને વિભિન્ન મહત્વના સ્થળોએ સૈનિકો પહોંચાડવા માટે ચિનૂક હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube