આ દેશમાં અઢી કરોડ લોકો કોરોનાથી સંક્રમિત? રાષ્ટ્રપતિના નિવેદનથી ખળભળાટ
ઈરાનમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અનુમાન લગાવ્યું કે કોરોના વાયરસના પ્રકોપની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 25 મિલિયન એટલે કે અઢી કરોડ ઈરાની નાગરિકો સંક્રમિત થયા હશે. રુહાનીએ આટલી મોટી સંખ્યામાં સંક્રમણનું અનુમાન વ્યક્ત કરતી વખતે ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નવા અભ્યાસનો હવાલો આપ્યો.
Trending Photos
તેહરાન: ઈરાનમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અનુમાન લગાવ્યું કે કોરોના વાયરસના પ્રકોપની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 25 મિલિયન એટલે કે અઢી કરોડ ઈરાની નાગરિકો સંક્રમિત થયા હશે. રુહાનીએ આટલી મોટી સંખ્યામાં સંક્રમણનું અનુમાન વ્યક્ત કરતી વખતે ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નવા અભ્યાસનો હવાલો આપ્યો.
તેમણે કહ્યું કે ઈરાની લોકોએ મહામારીને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે આવનારા મહિનાઓમાં લગભગ ત્રણથી સાડા ત્રણ કરોડ લોકો કોવિડ-19થી સંક્રમિત થઈ શકે છે. રુહાનીએ રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે એવું પણ પૂર્વાનુમાન છે કે હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ જલદી બમણી થઈ જશે જેમ કે આપણે છેલ્લા 150 દિવસમાં જોયુ છે.
કોરોના વાયરસના સંક્રમણને લઈને રાષ્ટ્રપતિ હસન રુહાનીના દાવાથી નવો વિવાદ પેદા થયો છે. અનેક વિશેષજ્ઞ પહેલેથી જ ઈરાનના અધિકૃત આંકડા પર શંકા વ્યક્ત કરી રહ્યાં હતાં. આ બધા વચ્ચે ઈરાની રાષ્ટ્રપતિના નિવેદનથી તેમના દાવાને વધુ બળ મળ્યું છે. દાવો છે કે ઈરાન પોતાના ત્યાં કોરોનાથી સંક્રમિત લોકો અને મૃત્યુને લઈને ખોટા આંકડા રજુ કરી રહ્યું છે. આ બાજુ ઈરાની અધિકારીઓએ આ પ્રકારના દાવાને જડમૂળથી ફગાવ્યાં છે.
ઈરાન પશ્ચિમ એશિયામાં કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે જ્યાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 2,70,000 કેસ નોંધાયા છે અને ઓછામાં ઓછા 13,979 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સામે આવેલા સંક્રમણના 2166 નવા કેસ અને 188 નવા મૃત્યુના આંકડા તેમા સામેલ છે.
જુઓ LIVE TV
ઈરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ અગાઉ પણ કહ્યું હતું કે જો લોકોએ કોરોના વાયરસને રોકવા માટેના ઉપાયોનું પાલન ન કર્યું તો દેશમાં ફરીથી લોકડાઉન લાગુ કરી શકાય છે. રુહાનીએ દેશમાં સંક્રમણના દર વધવા માટે પર્યટનને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકોના એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની આઝાદીથી સંક્રમણના કેસ વધી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે