અપાચે હેલિકોપ્ટર્સની પહેલી ખેપ પહોંચશે, ભારતીય વાયુસેના બનશે મહાશક્તિશાળી
ભારતીય વાયુસેનાને મળનારા અપાચે હેલિકોપ્ટર્સની પહેલી ખેપ આ મહિનાના અંત સુધીમાં ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ ખાતે આવી પહોંચશે. શક્યતા છે કે આ ખેપમાં 3થી 4 હેલિકોપ્ટર્સ હશે. જો કે પઠાણકોટમાં અપાચેની પહેલી સ્કવોડ્રનને ફરજંદ કરવા માટે એક મહિનો વધારે રાહ જોવી પડશે. ભારતે અમેરિકા પાસે 22 અપાચે હેલિકોપ્ટર્સની ખરીદી કરી છે.
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાને મળનારા અપાચે હેલિકોપ્ટર્સની પહેલી ખેપ આ મહિનાના અંત સુધીમાં ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ ખાતે આવી પહોંચશે. શક્યતા છે કે આ ખેપમાં 3થી 4 હેલિકોપ્ટર્સ હશે. જો કે પઠાણકોટમાં અપાચેની પહેલી સ્કવોડ્રનને ફરજંદ કરવા માટે એક મહિનો વધારે રાહ જોવી પડશે. ભારતે અમેરિકા પાસે 22 અપાચે હેલિકોપ્ટર્સની ખરીદી કરી છે.
સોનભદ્ર કાંડ માટે CM યોગીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું-'1955માં પાયો નખાઈ ગયો હતો'
સુત્રો અનુસાર અપાચે હેલિકોપ્ટર્સ 27 જુલાઇના રોજ AN224 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ ખાતે પહોંચી જશે. તેને અહીં તૈયાર કરવામાં આવશે અને ઓગષ્ટના અંતિમ અઠવાડીયા સુધીમાં ભારતીય વાયુસેનાને ઔપચારિક રીતે સોંપવામાં આવશે ત્યાર બાદ તે પઠાણકોટ માટે રવાના થશે.
ગેસ્ટ હાઉસમાં પણ ધરણા પર બેસી ગયા પ્રિયંકા ગાંધી, કહ્યું-'હું સોનભદ્ર જરૂર જઈશ અને પીડિતોને મળીશ'
અપાચેની પહેલી સ્કવોર્ડ્રન પઠાણકોટમાં ફરજંદ થશે. જેના પહેલા કમાન્ડિંગ ઓફીસર ગ્રુપન કેપ્ટન એમ. શાયલુ હશે. પઠાણકોટમાં પહેલાથી જ ફરજંદ વાયુસેનાની 125 હેલિકોપ્ટર સ્કવોર્ડ્રન 125 H SQUADRON) હાલ MI-35 હેલીકોપ્ટર્સ ઉડાવે છે અને હવે તે દેશની પહેલી અપાચે સ્ક્વોર્ડ્રન હશે. બીજી સ્કવોડ્રન અસમનાં જોરહાટમાં ફરજંદ થશે. શક્યતા છે કે 2020 સુધીમાં તમામ અપાચે ભારતીય વાયુસેનાને મળી જશે.
કર્ણાટક LIVE: વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ, સિદ્ધારમૈયા બોલ્યા-'સોમવાર સુધી ચાલી શકે ચર્ચા'
બિહાર: છપરામાં ચોરીના શકમાં ભીડે યુવકોને ઢોર માર માર્યો, 3ના મોત
શું છે અપાચે હેલિકોપ્ટર્સની ખાસિયત
- અપાચે AH 64 E હેલિકોપ્ટર 30 મિમીના મશીનગનથી લેસ છે. જેમાં એકવારમાં 1200રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા છે.
- ઉપરાંત અપાચે એન્ટી ટેંક હેલફાયર મિસાઇલ સાથે આવે છે જેના અંગે મનાય છે કે તેની મિસાઇલ એક ટેંકને ષ્ટ કરવા પુરતી છે.
- વધારાના હથિયાર તરીકે હાઇડ્રા અનગાઇડેડ રોકેટ હોય છે જે જમીનના કોઇ પણ નિશાનને અચુક રીતે સાધી શકે છે.
- અપાચે 150 નોટિકલ માઇલની સ્પીડે ઉડ્યન કરી શકે છે.
- અપાચે ખુબ જ ઝડપથી અને દુશ્મને ધાર્યું હોય તે પહેલા હુમલો કરવા માટે સક્ષમ છે.
આ 10માંથી કોઈ એક ઉપાય શુક્રવારના રોજ કરો, દેવી લક્ષ્મીની સદૈવ કૃપા રહેશે
વાયુસેના પાસે હાલ MI 35 અને MI 25 હેલિકોપ્ટર્સ છે.
ભારતીય વાયુસેના હાલ રશિયામાં બનેલા MI 35 અને MI 25 એટેક હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરે છે. તેની એક સ્ક્વોડ્રન પઠાણકોટ અને બીજી રાજસ્થાનનાં સુરતગઢમાં ફરજંદ છે. તે સારા એટેક હેલિકોપ્ટર્સ છે પરંતુ હવે તે ત્રણ દશક જુના થઇ ચુક્યા છે. વાયુસેના પાસે સ્વદેશી ટેક્નોલોજીનાં એડ્વાન્સ લાઇટ ધ્રુવમાંથી વિકસિત કરાયેલ રૂદ્ર એટેક હેલિકોપ્ટર્સ પણ છે. વાયુસેનાએ સ્વદેશમાં વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સનો ઓર્ડર પણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આપ્યો છે.