બિહાર: છપરામાં ચોરીના શકમાં ભીડે યુવકોને ઢોર માર માર્યો, 3ના મોત

બિહારના છપરાના બનિયાપુર પોલીસ સ્ટેશનની હદના ચોરી નંદલાલ ટોલામાં ચોરી કરવા આવેલા 3 ચોરોને સ્થાનિકોએ પકડીને ઢોર માર માર્યો. એટલો માર માર્યો કે 3 યુવકોના મોત થઈ ગયાં.

બિહાર: છપરામાં ચોરીના શકમાં ભીડે યુવકોને ઢોર માર માર્યો, 3ના મોત

છપરા: બિહારના છપરાના બનિયાપુર પોલીસ સ્ટેશનની હદના ચોરી નંદલાલ ટોલામાં ચોરી કરવા આવેલા 3 ચોરોને સ્થાનિકોએ પકડીને ઢોર માર માર્યો. એટલો માર માર્યો કે 3 યુવકોના મોત થઈ ગયાં. હાલ જો કે મૃતકોની ઓળખ થઈ શકી નથી. મળતી માહિતી મુજબ બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે ત્રીજા યુવકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. 

નંદલાલ ટોલામાં ગત રાતે એક પિકઅપ વાનમાં કેટલાક ચોર આવ્યાં હતાં. અહીંના પાલતુ જાનવરોની ચોરી કરવા લાગ્યાં. જેને ગ્રામીણો જોઈ ગયાં. બૂમાબૂમ થતા લોકો ભેગા થઈ ગયાં. આ દરમિયાન બે ચોર ગ્રામીણોના હાથમાં આવી ગયાં જેમની ગ્રામીણોએ ખુબ પીટાઈ કરી. પીટાઈ બાદ તેમના ત્યાં જ મોત થયાં. ત્રીજાનું મોત સારવાર દરમિયાન થયું. 

જુઓ LIVE TV

સ્થાનિકોએ પિકઅપ વેનને જપ્ત કરી લીધી અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે મૃતદેહોને કબ્જામાં લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. 

આ મામલે રાજ્યસભા સાંસદ અને આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું  કે ભલે અપરાધી જ કેમ ન હોય..સજા આપવાનો હક કાનૂનને છે. તેમણે પૂછ્યું કે શું બિહારમાં કાયદાનું રાજ ખતમ થઈ ગયું છે. શું બિહારમાં ભીડતંત્ર એ હદે હાવી થઈ ગયું છે કે સરકારી વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news