ગેસ્ટ હાઉસમાં પણ ધરણા પર બેસી ગયા પ્રિયંકા ગાંધી, કહ્યું-'હું સોનભદ્ર જરૂર જઈશ અને પીડિતોને મળીશ'

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહાર બાદ પીડિતોના પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાને ત્યાં જતા પોલીસે રોકી દીધા છે.

ગેસ્ટ હાઉસમાં પણ ધરણા પર બેસી ગયા પ્રિયંકા ગાંધી, કહ્યું-'હું સોનભદ્ર જરૂર જઈશ અને પીડિતોને મળીશ'

નવી દિલ્હી:  ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહાર બાદ પીડિતોના પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાને ત્યાં જતા પોલીસે રોકી દીધા છે. તેમને મિર્ઝાપુર અને વારાણસીની સરહદ પર રોકવામાં આવ્યાં છે. નારાજ પ્રિયંકા  ગાંધી સમર્થકો સાથે નારાયણપુરમાં ધરણા પર બેસી ગયા હતાં. પોલીસે તેમને ધરણા પર બેસતા રોક્યાં અને પછી તેમને પોતાની સાથે ચુનારના ગેસ્ટ હાઉસ લઈને ગઈ.  સમાચાર એજન્સી એએનઆઈ મુજબ પ્રિયંકા ગાંધીએ પોતાને અટકાયતમાં લીધા હોવાની વાત કરી છે. જો કે બીજી બાજુ ડીજીપી ઓપી સિંહે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધા હોવાની વાતનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે પ્રિયંકાને ફક્ત સોનભદ્ર જતા રોકવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોની હત્યા થઈ હતી. 

મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં પણ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ કાર્યકરો સાથે ધરણા પર બેસી ગયા છે. તેમનું કહેવું છે કે તેઓ સોનભદ્ર જરૂર જશે અને ત્યાં ઘટનાના પીડિતોને પણ મળશે. આ અગાઉ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોનભદ્ર ઘટનામાં ઘાયલ લોકોને બીએચયુ ટ્રોમા સેન્ટરમાં જઈને હાલચાલ પૂછ્યા હતાં. 

સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાને પોલીસે રોક્યો, પ્રિયંકાએ કહ્યું-'ગમે તે કરો અમે ઝૂકીશું નહીં'

પ્રિયંકા ગાંધીના કાફલાને પોલીસે જ્યારે રોક્યો તો પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'પોલીસ અમને ક્યાં લઈ જાય છે તે અમને ખબર નથી.' આ અગાઉ પણ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોનભદ્ર ઘટનામાં ઘાયલ લોકોના હોસ્પિટલમાં જઈને હાલચાલ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અત્રે જણાવવાનું કે સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોની હત્યા થઈ હતી. પ્રશાસનની તરફથી સોનભદ્રમાં કલમ 144 લગાવવામાં આવી છે. જો કે કોંગ્રેસ કાર્યકરો હજુ પણ નારાયણપુરમાં ધરણા પર બેઠા છે. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રશાસન મને પીડીતોને મળતા રોકી રહ્યું છે. યોગી સરકાર ગમે તે કરે પરંતુ અમે ઝૂકીશું નહીં. તેમણે કહ્યું કે અમે ફક્ત સોનભદ્ર જઈને ત્યાં ઘટનાના પીડિતોના પરિવારોને મળવા માંગતા હતાં. મેં ફક્ત 4 લોકોને મારી સાથે લઈ જવાની વાત કરી હતી. પરંતુ પ્રશાસન અમને ત્યાં જતા રોકી રહ્યું છે. તેમણે અમને જણાવવું પડશે કે આખરે તેઓ અમને સોનભદ્ર જતા કેમ રોકી રહ્યાં છે. 

— ANI UP (@ANINewsUP) July 19, 2019

આ બાજુ સોનભદ્ર નરસંહારમાં 10 લોકોની હત્યાની ઘટના પર સીએમ યોગી આદિત્યનાથે ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો 1955માં જ પડી ગયો હતો. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. 

બે સભ્યની ટીમને સોંપ્યો રિપોર્ટ
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાની કાર્યવાહીના તરત આદેશ આપી દેવાયા છે અને બે સભ્યની કમિટી પણ બનાવવામાં આવી છે. જેમણે ઘટનાના 24 કલાકની અંદર રિપોર્ટ સોંપ્યો છે. 

ઘટનાનો પાયો 1955માં જ પડી ગયો હતો
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો જ્યારે તત્કાલિન તહસીલદારે આદર્શ સહકારી સમિતિના નામ પર ગ્રામ સમાજની જમીન નોંધણી કરાવવાનું ગેરકાયદે કામ કર્યું હતું. 

જુઓ LIVE TV

પીડિત પક્ષ જમીન પર ખેતી કરી રહ્યો હતો
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પીડિત પક્ષ આ જમીન પર ખેતી કરી રહ્યો હતો અને આરોપી પ્રધાનને કેટલાક પૈસા પણ આપતો હતો. પરંતુ આ મામલે પ્રધાન દ્વારા વાદ દાખલ કરાયા  બાદ પીડિત પરિવારે પૈસા આપવાનું બંધ કર્યું હતું. તેમણ જણાવ્યું કે આ મામલે કુલ 29 લોકોની ધરપકડ થઈ છે જેમાં એક આરોપી ગ્રામ પ્રધાન પણ છે. 

અધિકારીઓએ બેદરકારી વર્તી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વીકાર્યું કે આ સમગ્ર મામલે અધિકારીઓએ ખુબ બેદરકારી વર્તી. તેમણે  કહ્યું કે વારાણસી ઝોન એડીજી સમગ્ર પ્રકરણની તપાસ કરીને 10 દિવસમાં રિપોર્ટ સોંપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news