નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના C-17 વિમાને આજે સવારે અફઘાનિસ્તાનના કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ રાહતના શ્વાસ લીધા છે. મહત્વનું છે કે હિંડન પર ઉતરેલા આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ખરાબ થતી સ્થિતિને જોતા બધા દેશ પોત-પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં લાગેલા છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ભારતને દરરોજ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. 


Coronavirus Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજાર નવા કેસ, 403 લોકોના થયા મૃત્યુ


મહત્વનું છે કે અફઘાનિસ્તાન પર 20 વર્ષ બાદ એકવાર ફરી તાલિબાનનો કબજો થઈ ગયો છે. તેણે દેશના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે. સૂત્રો પ્રમાણે નવી અંતરિમ સરકારના અંતરિમ પ્રમુખના રૂપમાં અલી અહમદ જલાલીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ ગની દેશ છોડી યૂએઈ પહોંચી ગયા છે. 


મોડી રાત્રે ભારતના 87 નાગરિકો સ્વદેશ પરત ફર્યા
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. તેવામાં ભારત સરકારે અફઘાનિસ્તાનથી પોતાના પોતાના નાગરિકોને કાઢવા માટે અભિયાન તેજ કરી દીધુ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા 87 ભારતીયોને સ્વદેશ વાપસી થઈ છે. આ બધા 87 લોકોને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube