Coronavirus Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજાર નવા કેસ, 403 લોકોના થયા મૃત્યુ

Coronavirus Today: દેશમાં કોરોનાના અત્યાર સુધી 3 કરોડ 24 લાખ 24 હજાર 234 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં 4 લાખ 34 હજાર 367 લોકોના મૃત્યુ થયા છે. 
 

Coronavirus Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજાર નવા કેસ, 403 લોકોના થયા મૃત્યુ

નવી દિલ્હીઃ Coronavirus Today: દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજાર 948 નવા કેસ સામે આવ્યા છે, તો 403 લોકોના મૃત્યુ થયા છે. આવો જાણીએ દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ શું છે. 

38 હજાર 487 લોકો થયા સાજા
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 38 હજાર 487 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનારાની સંખ્યા વધીને ત્રણ કરોડ 16 લાખ 36 હજાર 469 થઈ ગયા છે. તો એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3 લાખ 53 હજાર 398 રહી ગઈ છે. 

Total cases: 3,24,24,234
Total recoveries: 3,16,36,469
Active cases: 3,53,398
Death toll: 4,34,367

Total vaccinated: 58,14,89,377 (52,23,612 in last 24 hrs) pic.twitter.com/uIvjrs10WT

— ANI (@ANI) August 22, 2021

— ANI (@ANI) August 22, 2021

અત્યાર સુધી 4 લાખ 34 હજાર 367 લોકોના મૃત્યુ
આંકડા પ્રમાણે દેશમાં કોરોનાથી અત્યાર સુધી ત્રણ કરોડ 24 લાખ 24 હજાર 234 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધી 4 લાખ 34 હજાર 367 લોકોના મૃત્યુ થયા છે. 

રસીના 58 કરોડ 14 લાખ 89 હજાર 377 ડોઝ આપવામાં આવ્યા
તો દેશમાં પાછલા દિવસે કોરોના વેક્સિનના 52 લાખ 23 હજાર 612 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદ રસીકરણનો કુલ આંકડો 58 કરોડ 14 લાખ 89 હજાર 377 પર પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે ભારતમાં 21 ઓગસ્ટ 2021 સુધી 50 કરોડ 62 લાખ 239 કોરોના ટેસ્ટ થયા છે, જેમાંથી 15 લાખ 85 હજાર 681 ટેસ્ટ શનિવારે થયા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news