નવી દિલ્હી: ચીનની સાથે સરહદ પર હાલની સ્થિતિને જોતાં સેનાએ વધુ તાકાત બનાવવા માટે રક્ષા ખરીદ પરિષદે મોટા નિર્ણય લીધા છે. હવે ભારતીય સેનાઓને 1000 કિમી સુધી કિમી સુધી નિશાન તાકનાર સ્વદેશી ક્રૂઝ મિસાઇલ, નવા ફાઇટર એરક્રાફ્ટ, હવામાં દુશ્મનના એરક્રાફ્ટને તબાહ કરનાર મિસાઇલ અને નવી મલ્ટી બેરલ રોકેટ લોંચર મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતમાં બેઠકમાં કુલ 38 હજાર 900 કરોડના પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ભારતની પહેલી લોન્ગ રે6જ ક્રૂઝ મિસાઇલ નિર્ભયના નિર્માણ મટે રસ્તો સાફ થઇ ગયો છે. ગુરૂવારે રક્ષા ખરીદ પરિષદે નિર્ભય સહિત ઘણા અન્ય સ્વદેશી રક્ષા ઉત્પાદનો માટે 20400 કરોડ રૂપિયા સ્વિકૃતિ કરી છે. 


નિર્ભય ભારતની પહેલી લાંબી અંતરની ક્રૂઝ મિસાઇલ છે જેની રેંજ 1000 કિલોમીટર છે. નિર્ભર મિસાઇલ દુશ્મનના મહત્વપૂર્ણ અડ્ડાઓ અથવા જંગી જહાજો પર અચૂઅક અને ઘાતક હુમલો કરે છે. 


આ સાથે જ સ્વદેશી હવાથી હવામાં માર કરનાર અસ્ત્ર મિસાઇલના નિર્માણામાં તેજી લાવવાનો નિર્ણય કર્યો છે. અસ્ત્ર મિસાઇલ 10 કિલોમીટરથી માંડીને 160 કિલોમીટર સુધી દુશ્મનના કોઇ વિમાનને તબાહ કરી શકે છે. 


તેને ભારતીય વાયુસેનાના તમામ ફ્રન્ટ ફાઇટર જેવા કે, સુખોઇ, મિગ 29, મિરાજ 2000 અને તેજસમાં ફિટ કરવામાં આવી શકે છે. આ સાથે જ સ્વદેશી મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકા પણ નવી રેજીમેન્ટ તૈયાર કરવામાં આવશે. પિનાકા 44 સેકન્ડમાં 12 રોકેટ દાગી શકે છે અને તેની માર 40 કિલોમીટરથી 75 કિલોમીટર સુધી છે. 


ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે રશિયાથી 21 મિગ-29 અને 12 સુખોઇના સોદાને પણ મંજૂરી મળી ગઇ છે. સાથે જ ભારતીય વાયુસેનાના 59 મિગ-29 અપગ્રેડેશન માટે પણ લીલીઝંડી આપી દીધી છે. આ બધાનો ખર્ચ 18000 રૂપિયાની આસપાસ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube