ઓક્ટોબરમાં ચીન સરહદ નજીક ભારતીય સેના કરશે મોટો યુદ્ધાભ્યાસ `હિમ વિજય`
ઓપરેશન `હિમ વિજય`માં સામેલ થવા માટે માઉન્ટે સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને એરલિફ્ટ કરીને લઈ જવાશે, જવાનોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સની મદદ લેવાશે
નવી દિલ્હીઃ ભારતીય સેના ભારત-ચીનની સરહદ નજીક અરૂણાચલ પ્રદેશમાં એક મોટા યુદ્ધાભ્યાસની તૈયારી કરી રહી છે. આ યુદ્ધાભ્યાસનું નામ 'હિમ વિજય' રાખવામાં આવ્યું છે. આ યુદ્ધાભ્યાસ તેજપુરના 4 કોર્પ્સ જવાનો દ્વારા કરવામાં આવશે. આ યુદ્ધાભ્યાસ માટે પાનાગઢ માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સના જવાન લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સની તાજેતરમાં જ રચના કરાઈ છે.
જવાનોને કરાશે એરલિફ્ટ
એવું કહેવાય છે કે, ઓપરેશન 'હિમ વિજય' માં ભાગ લેવા માટે માઉન્ટે સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને એરલિફ્ટ કરીને લાવવામાં આવશે, જેના માટે એરફોર્સની મદદ લેવાશે. આ માટે વાયુસેના નવા ટ્રાન્સફોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130J સુપર હરક્યુલસ અને AN-32નો ઉપયોગ કરી શકે છે.
ચીન-અમેરિકા ટ્રેડ વોરઃ ટ્રમ્પનો દાવો, ચીન બરાબરનું ફસાયું, 30 લાખ લોકો થયા બેરોજગાર
ચીનની સરહદ નજીક પ્રથમ વખત યુદ્ધાભ્યાસ
પ્રાપ્ત માહિતી અનુસાર આ યુદ્ધાભ્યાસમાં લગભગ 15,000 જવાન ભાગ લેશે. ઓક્ટોબર મહિનામાં યોજાનારા આ યુદ્ધાભ્યાસ માટે પૂર્વ કમાન્ડ છેલ્લા 5-6 મહિનાથી તૈયારી કરી રહી છે. ચીનની સરહદ નજીક આ પ્રકારનો પ્રથમ યુદ્ધાભ્યાસ છે.
જુઓ LIVE TV....