ચીન-અમેરિકા ટ્રેડ વોરઃ ટ્રમ્પનો દાવો, ચીન બરાબરનું ફસાયું, 30 લાખ લોકો થયા બેરોજગાર
અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા અનેક મહિનાથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમના તંત્ર દ્વારા ચીનથી આયાત થતા સામાન પર લગાવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યુટીને કારણી ચીનને ખરબો ડોલરનું નુકસાન થયું છે અને તેમના દેશમાં 30 લાખ લોકો બેરોજગાર બન્યા છે
Trending Photos
વોશિંગટનઃ અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા અનેક મહિનાથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમના તંત્ર દ્વારા ચીનથી આયાત થતા સામાન પર લગાવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યુટીને કારણી ચીનને ખરબો ડોલરનું નુકસાન થયું છે અને તેમના દેશમાં 30 લાખ લોકો બેરોજગાર બન્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે, ચીન અમેરિકા સાથે વ્યાપાર સમાધાન કરવા માટે ખુબ જ આતુર છે અને તે કોઈ પણ પ્રકારે સમાધાન કરવા માટે ધમપછાડા કરી રહ્યું છે.
દુનિયાના આ બે મોટા અર્થતંત્રો વચ્ચે છેલ્લા બે વર્ષથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. જેના કારણે બંને પક્ષે એક-બીજાને ત્યાં આયાત થતા અબજો ડોલરના સામાન પર મસમોટી ઈમ્પોર્ટ ડ્યુટી લગાવી છે. છેલ્લા 20 મહિનાથી બંને દેશ વ્યાપાર સમાધાન અંગે વાટાઘાટો ચલાવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી.
ટ્રમ્પે તાજેતરમાં જ મીડિયાને જણાવ્યું કે, અમે ખરબો ડોલર કમાયા છે, જ્યારે ચીને અનેક અબજ ડોલરનું નુકસાન કર્યું છે. તેની સાથે જ ચીનમાં 30 લાખ લોકો બેરોજગાર બન્યા છે. ચીને જણાવ્યું કે, "આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેક્નોલોજીની ચોરી અટકાવવી પડશે. જો તમે ચીનમાં ટેક્નોલોજી ચોરીની ઘટનાઓ જોશો તો આપણો દેશ આ અંગે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે."
ટ્રમ્પે મંદિની આશંકાઓ અંગે આવી રહેલા રિપોર્ટને ખોટા ઠેરવીને આશા વ્યક્ત કરી કે શેર બજાર એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. ટ્રમ્પે જણાવ્યું કે, "તમે જાણો છો કે એ અવસર આવવાનો છે. હું તેના અંગે વાત કરવા માગતો નથી, પરંતુ ટૂંક સમયમાં જ આપણે એક નવો રેકોર્ડ સ્થાપિશું."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે