Who Was Rakesh Pal: ભારતીય કોસ્ટ ગાર્ડ ચીફ રાકેશ પાલનું ચેન્નઈમાં હાર્ટ એટેક પડવાથી નિધન થઈ ગયું છે. તેમને ગંભીર સ્થિતિમાં આઈસીયુમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે કેટલીક નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવા માટે એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. રાકેશ પાલને જુલાઈ 2023માં ભારતીય તટરક્ષક (આઈસીજી) ના 25માં ડાયરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈએનએસ અડાયર પર તેમને છાતીમાં દુખાવો થયો, જ્યારે તેઓ રાજનાથ સિંહની ચેન્નઈની યાત્રાની તૈયારીઓ વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યાં હતા. તેમને બપોરે આશરે 2.30 કલાકે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



કોણ હતા રાકેશ પાલ? 
રાકેશ પાલ ઈન્ડિયન નેવલ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જાન્યુઆરી 1989માં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં જોડાયા હતા. 35 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં, ફ્લેગ ઓફિસરે કમાન્ડર કોસ્ટ ગાર્ડ એરિયા (ઉત્તર પશ્ચિમ), ગાંધીનગર, ડેપ્યુટી ડાયરેક્ટ જનરલ (નીતિ અને યોજનાઓ) અને કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટરમાં એડિશનલ ચીફ ઓફ સ્ટાફ સહિત અનેક મુખ્ય હોદ્દા પર સેવા આપી છે. ડાયરેક્ટર જનરલ કોસ્ટ ગાર્ડ સામેલ છે.


રાકેશ પાલે ઇન્ડિયન નેવલ સ્કૂલ દ્રોણાચાર્ય, કોચીમાંથી ફાયરપાવર અને વેપન સિસ્ટમ્સમાં વ્યાવસાયિક નિપુણતા મેળવી હતી. આ સાથે તેણે યુનાઇટેડ કિંગડમમાંથી ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ ફાયર કંટ્રોલ સોલ્યુશન કોર્સ કર્યો હતો. તેમને ICGના પ્રથમ ગનર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.