નવી દિલ્હી: ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ત્યાં ઝડપથી વધતી જતી હિંસાના પગલે દેશ પાછા ફરવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસ તરફથી કહેવાયું છે કે આ અગાઉ કે દેશ તરફથી અફઘાનિસ્તાન માટે કોમર્શિયલ એર સર્વિસ બંધ થાય તત્કાળ મુસાફરીની વ્યવસ્થા કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય દૂતાવાસે એડવાઈઝરે બહાર પાડી
કાબુલમાં ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં કામ કરી રહેલી ભારતીય કંપનીઓને દેશથી હવાઈ મુસાફરી સેવાઓ બંધ થાય તે પહેલા પોતાના ભારતીય કર્મચારીઓને તરત પાછા બોલાવવાની સલાહ આપી. નવી એડવાઈઝરીમાં દૂતાવાસે કહ્યું કે 29 જૂન અને 24 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલી સિક્યુરિટી એડવાઈઝરી હજુ પણ યથાવત છે. દૂતાવાસે કહ્યું કે જેમ જેમ અફઘાનિસ્તાનના અનેક ભાગોમાં હિંસા વધી છે, અનેક પ્રાંતો અને શહેરોમાં કોમર્શિયલ હવાઈ સેવાઓ બંધ થઈ રહી છે. 


NASA IPCC Report: 2100 સુધીમાં પાણીમાં ગરકાવ થઈ જશે ભારતના આ 12 શહેર!, જાણો કારણ, ગુજરાતના આ શહેરો પર જોખમ


પત્રકારોને પણ સલાહ
સરકારી આંકડા મુજબ હાલ લગભગ 1500 ભારતીયો અફઘાનિસ્તાનમાં રહે છે. દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં અફઘાન કે વિદેશી કંપનીઓ માટે કામ કરનારા ભારતીય નાગરિકોએ તરત પોતાની કંપનીઓને અપીલ કરવી જોઈએ કે તેઓ ભારતની મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવે. દૂતાવાસે કહ્યું કે આ સલાહ એ ભારતીય પત્રકારો માટે પણ લાગુ છે જે અફઘાનિસ્તાનમાં તાજા ઘટનાક્રમને કવર કરવા માટે ગયા છે. 


Jammu Kashmir: આતંકીઓએ શ્રીનગરમાં સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો, 2 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube