નવી દિલ્હી: સરકારે કલર ટેલિવીઝન(Colour Television)ની આયાત પર ગુરુવારે પ્રતિબંધ લગાવી દીધો. આ પગલાંનો હેતુ ટેલિવિઝનના ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવાનો અને ચીન જેવા દેશો પાસેથી બિનજરૂરી વસ્તુઓની આયાત ઓછી કરવાનો છે. Directorate General of Foreign Trade (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે રંગીન ટીવીની આયાત નીતિને મુક્તથી બદલીને પ્રતિબંધિત કરી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આયાત પ્રતિબંધ 35 સેન્ટિમિટરથી લઈને 105 સેન્ટિમીટરથી વધુની સ્ક્રિનવાળા રંગીન ટીવી સેટની સાથે જ 63 સેન્ટિમીટરથી ઓછા સ્ક્રિનસાઈઝવાળા એલસીડી ટેલિવિઝન સેટ પણ પ્રતિબંધની શ્રેણીમાં છે. 


કોઈ સામાનને પ્રતિબંધિત આયાત શ્રેણીમાં નાખવાનો અર્થ એ હોય છે કે તે સામાનના આયાતકારે આયાતને લઈને વાણિજ્ય મંત્રાલયના ડીજીએફટી પાસેથી લાયસન્સ લેવું પડશે. ભારતને ટીવીની નિકાસ કરનારા પ્રમુખ દેશોમાં ચીન, વિયેતનામ, મલેશિયા, હોંગકોંગ, કોરિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, જર્મની સામેલ છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube