Gold: સોનું કે દાગીના ખરીદનારા માટે મહત્વના સમાચાર, 1 એપ્રિલથી લાગૂ થશે આ નવો નિયમ
New Rule For Gold: સોનાની લગડી કે દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો આ નવો નિયમ ખાસ જાણો. જો તમે આ નવા નિયમ વિશે નહીં જાણો તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા સોના અને તેના દાગીનાના વેચાણ અને ખરીદી સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફેરફાર મુજબ પહેલી એપ્રિલ 2024થી ગોલ્ડ અને તેના આભૂષણો પર અનિવાર્ય રીતે હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) હોવું જોઈએ. જો આમ ન થાય તો તે સોના બજારમાં વેચી શકાશે નહીં. 16 જૂન 2021 સુધી હોલમાર્કનો ઉપયોગ કરવો વિક્રેતાની ઈચ્છા પર નિર્ભર હતો. જો કે હવે ધીરે ધીરે તેને જરૂરી કરવામાં આવ્યું. અત્યાર સુધી તે 288 જિલ્લાઓમાં અનિવાર્ય રીતે લાગૂ થઈ ચૂક્યું છે. ગ્રાહક મામલાઓના વિભાગના એડિશનલ સેક્રેટરી નિધિ ખરેએ જણાવ્યું કે હાલ 4 અને 6 અંકોવાળા હોલ માર્કનો ઉપયોગ થાય છે.
મંત્રાલયનું કહેવું છે કે હવે ફક્ત 6 અંકવાળા હોલમાર્કને જ માન્ય રહેશે. સરકારના જણાવ્યાં મુજબ 4 અને 6 અંકો એટલે કે 2 અલગ અલગ હોલમાર્કથી લોકોને મૂંઝવણ થતી હતી. હોલમાર્કના લખવાની રીતમાં પણ ફેરફાર કરાયો છે. પહેલા ડિજિટ હોલમાર્કિંગ થતું હતું જેને બદલીને આલ્ફાન્યૂમેરિક (અંક અને અક્ષરથી મળીને) કરવામાં આવ્યું છે. હવે 4 ડિજિટવાળું હોલમાર્ક સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.
ફોક્સકોનના રોકાણથી એક લાખ લોકોને મળશે નોકરી
હિંડનબર્ગના રિપોર્ટે અદાણી સામ્રાજ્યના પાયા હચમચાવ્યા, ગ્રુપે હવે લીધું મોટું પગલું
બેંકોનો OPEN અને CLOSE થવાનો બદલાઈ રહ્યો છે સમય, અઠવાડિયામાં 2 દિવસ બેન્કો રહેશે બંધ
HUID શું હોય છે
તે દરેક આભૂષણની પોતાની વિશિષ્ટ ઓળખ હોય છે. આ નંબરની મદદથી ગ્રાહકોને ગોલ્ડ અને તેના આભૂષણો સંલગ્ન સંપૂર્ણ માહિતી મળી જશે. તેનાથી ફ્રોડની આશંકા ઘણે અંશે ઓછી કરી શકાશે. જ્વેલર્સે તેની જાણકારી બીઆઈએસના પોર્ટલ ઉપર પણ નાખવાની રહેશે. દરેક જ્વેલરી પર મેન્યુઅલી યુનિક નંબર લગાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે દુકાનદાર નવા હોલમાર્ક વગર સોનું કે દાગીના વેચી શકશે નહીં પરંતુ ગ્રાહકો 1 એપ્રિલ બાદ પણ પોતાના જૂના હોલમાર્કવાળા દાગીના જ્વેલરને વેચી શકે છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે યોજી બેઠક
ખાદ્ય અને ગ્રહકોના મામલાઓના મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે BIS (ભારતીય માનક બ્યૂરો)ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં BIS ને પરીક્ષણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનું કહેવાયું બીઆઈએસને નિર્દેશ અપાયા કે ઉત્પાદકોની તપાસ અને બજારની નિગરાણીને પણ વધારવામાં આવે. ખુબ જ નાના સ્તર પર ક્વોલિટીને પ્રોત્સાહન આપવા માટે એ પણ નક્કી કરાયું કે બીઆઈએસ સર્ટિફિકેશન કે મિનિમમ માર્કિંગ શુલ્ક પર 80 ટકા સુધીની છૂટ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube